પઠાણકોટ: પંજાબમાં ફરી એકવાર ગ્રેનેડ હુમલાના કારણે તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ પઠાણકોટ છાવણી પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. બાઇક પર આવેલા શખ્સોએ ત્રિવેણી દ્વાર પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં કોઇન કોઇ ઇજા થઇ નથી. શહેરના સૈન્ય ક્ષેત્ર ત્રિવેણ દ્વાર ગેટ પર રાત્રે એક વાગ્યાની આસપાસ બાઇક સવાર લોકોએ ગ્રેનેડ ઝીંક્યો હતો. આ હુમલામાં કોઇને કોઇ ઇજા થઇ ન હતી. ન જો કે પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે. કારણ કે હુમલાની ગંભીરતા રહેલી છે.એસએસપી પઠાણકોટ સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોચી ગયા છે. સૈન્ય ક્ષેત્રની આસપાસ લાગેલી સીસીટીવીમાં તપાસ કરવામાં આવી રહી છે. પઠાણકોટના કાઠાવાલા પુલથી ધીરા જનાર રસ્તામાં પડતી સૈન્ય છાવણીના ત્રિવેણી દ્વાર પર ગ્રેનેડ ઝીકવામાં આવ્યો હતો. જેના કારણે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જો કે ગેટ પર ફરજ બજાવતા જવાન થોડાક અંતર ૫૨ હોવાના કારણે કોઇને કોઇ નુકસાન થયુ ન હતુ. ગ્રેનેડ ઝીકનાર શખ્સો ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા તે સંબંધમાં હજુ માહિતી મળી શકી નથી. બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ પોલીસનો કાફલો તરત ઘટનાસ્થલે પહોંચી ગયો હતો. સાથે સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ એવી પણ માહિતી મળી રહી છે કે દેશમાં ૧૫થી ૨૦ ત્રાસવાદી હજુ સક્રિય હોઇ શકે છે. પઠાણકોટ બાદ અયોધ્યા સહિત ઉત્તરપ્રદેશમાં હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. હુમલાના ખતરાને ધ્યાનમાં લઇને સુરક્ષા સંસ્થાઓ એલર્ટ થઇ ગઇ છે. હાલમાં દિલ્હીમાં છ ત્રાસવાદીઓ પકડાઇ ગયા બાદ હાલત ખરાબ થઇ ગઇ છે. ત્રાસવાદી હુમલા કરવાની યોજના ધરાવે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કહ્યુ છે કે ત્રાસવાદીઓને પકડી પાડવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. ધરપકડ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓની વ્યાપક પુછપરછ કરવામાં આવી રહી છે. દેશમાં દિલ્હી સહિત મેટ્રો શહેરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની યોજના હતી. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓ દેશને હચમચાવી મુકવા માટે ઇચ્છુક હતા. ત્રાસવાદીઓની પાસેથી બે કિલો આરડીએક્સ, હેન્ડગ્રેનેડ,, બે ઇટાલિયન પિસ્તોલ તેમજ કારતુસ કબજે કરવામાં આવ્યા હતા. વિસ્ફોટકો દિલ્હીમાં લાવવામાં આવી રહ્યા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે કે આરડીએક્સ ભારતમાં પાકિસ્તાન થી લાવવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના અધિકારીએ કહ્યુ છે કે ત્રાસવાદીઓના એક મોડયુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દેશમાં ત્રાસવાદી નેટવર્કને તોડી પાડવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા સંસ્થાઓ જોરદાર રીતે સક્રિય દેકાઇ રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024