આ રીતે ઘરની છત થકી કરો કમાણી, કામ આવે તેવા છે આ આઈડિયા

23-Nov-2021

business idea: જો તમારાં ઘરની છત પણ ખાલી પડી છે તો તમારી પાસે છત દ્વારા કમાણી કરવાની એક સારી તક છે (Earn From The Roof Of Your House). આજે અમે તમને એવા કેટલાક બિઝનેસ આઈડિયા (business idea) વિશે જણાવીશું જે તમને સરળતાથી પૈસા કમાવવામાં મદદરૂપ બનશે. આ બિઝનેસ (business)તમને કમાણી તો આપશે જ સાથે તમે ઘરે બેઠા આને કરી શકશો. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે વધુ રોકાણ કરવાની પણ જરૂર નહીં રહે. જોકે, તેની માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે.

ચાલો જોઈએ કઈ રીતે આ બિઝનેસ શરૂ કરી શકાય

સોલર પ્લાન્ટ (solar plant business) બિઝનેસ દ્વારા સારી કમાણી કરી શકાય છે અને આ કામને સરકાર તરફથી પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. આવામાં જો તમે તમારી ઘરની છત પર સોલર પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવો છો તો તમને તેમાંથી ઘણા લાભ મળશે. એક તો તમે લાઈટબીલમાં બચત કરી શકશો સાથે જ પૈસા પણ કમાઈ શકશો.

ટેરેસ ફાર્મિંગ

તમે ટેરેસ ફાર્મિંગ (terrace farming)ની મદદથી પણ કમાણી કરી શકો છો. આવું કરવા માટે તમારા બિલ્ડીંગની છત પર એક ગ્રીન હાઉસ તૈયાર કરવાનું રહેશે. આ ગ્રીન હાઉસ (greenhouse) માં પોલીબેગ્સમાં શાકભાજી ઉગાડી અને નિયમિત પાણી આપી તેમને ઉછેરી શકાય છે. જોકે આવું કરવામાં આ છોડની ખાસ જાળવણી કરવાની જરૂર પડતી હોય છે.

મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ કરીને

જો તમારા ઘરની છત પણ ખાલી છે તો તમે મોબાઈલ ટાવર (mobile tower) લગાવવા માટે ભાડે આપી શકો છો. મોબાઈલ ટાવર ઈન્સ્ટોલ કર્યા પછી કંપની તરફથી તમને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. છત પર મોબાઈલ ટાવર લગાડવા માટે તમારે લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી લેવી પડે છે.

હોર્ડિંગ્સ ઈન્સ્ટોલ કરાવીને

 

જો તમારી બિલ્ડિંગનું લાકેશન એવું છે, જેને દૂરથી અને રોડ પરથી પણ સરળતાથી જોઈ શકાય છે તો તમારી છત પર હોર્ડિંગ ઈન્સ્ટોલ કરાવી તમે સારી કમાણી કરી શકો છો. દરેક શહેરમાં એવી એજન્સી હોય છે, જે આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ કરે છે. તમે આવી એજન્સીનો સંપર્ક કરીને તમારી છત પર હોર્ડિંગ ઈન્સ્ટોલ કરાવી શકો છો. જોકે હોર્ડિંગ લગાવતા પહેલા એજન્સી પાસે ક્લિયરન્સ છે કે કેમ તે બાબત અંગે ચકાસણી કરી લેવી જોઈએ, કેમ કે જો એજન્સી પાસે ક્લિયરન્સ નહીં હોય તો તમારી પર સરકારી કાર્યવાહી કરવામાં આવી શકે છે. હોર્ડિંગ લગાવવા માટે કેટલું ભાડું ચુકવવામાં આવશે તે ઘરના લોકેશન પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

 

Author : Gujaratenews