ઇ શોરૂમમાં આગ આગ લાગતા 10 ઈલેક્ટ્રીક વાહનો બળીને ખાક થઈ ગયા છે. અત્યાર સુધી એકલ દોકલ ઇલેક્ટ્રીક વાહનો સળગવાના સમાચાર મળતા હતા
પુણામાં ઇ બાઇકના શોરૂમમાં આગની ઘટના, 10 મોટરસાયકલ બળીને ખાખ
સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇ બાઈક શોરૂમમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આગને પગલે શોરૂમમાં રહેલી 10 થી વધુ ઈલેક્ટ્રીક મોટરસાયકલ બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ ફાયરને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
સુરતના પુણા વિસ્તારના આઈ માતા રોડ પર આવેલ જે કે નગર પાસે એક ઈ બાઈક શોરૂમમાં આગની ઘટના બનવા પામી હતી. ઈલેક્ટ્રીક બાઈકની દુકાનમાં વહેલી સવારે આ આગની ઘટના બની હતી. વહેલી સવારે દુકાન બંધ હતી ત્યારે અચાનક શોરૂમની અંદર આગ લાગી ગઈ હતી. બંધ દુકાનમાં આગ લાગતા શોરૂમમાં રહેલ અંદાજે 10 જેટલા ઈલેક્ટ્રીક સ્કૂટરઓ બળીને ખાસ થઈ ગયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે વહેલી સવારે અને બંધ શોરૂમ હોવાથી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયરની પાંચ જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી
પુણા વિસ્તારમાં આવેલા જે કે નગર પાસેના ઈ મોટર સાયકલ શો રૂમ આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયરની પાંચ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.આગ ઉપર પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ આગને ગણતરીના સમયમાં કાબુવા લઈ લીધી હતી. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે આગનો કોલ મળતા જ તાત્કાલિક પહોંચી આવ્યા હતા.જોકે આગ તો કાબુમાં લઈ લીધી પરંતુબ હાલ તો આ આગ કયા કારણોસર લાગી તેની પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. ઇલેક્ટ્રીક બાઈકનો શો રૂમ છે એટલે ચાર્જિંગના પોઇન્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ અંગે આગળ તપાસ કરી ચોક્કસ રિપોર્ટ તૈયાર કરી મોકલવામાં આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024