SURAT : ગંગા સ્વરૂપ બહેનો- વિકલાંગ પરિવારના ભાઇ-બહેનો માટે મુસ્કાન દ્વારા યોજાશે બે દિવસીય એક્ઝીબીશન

25-Jul-2022

મુસ્કાન ફેમીલી ચેરીટેબલ ટ્રસ્ટ અનેક સમાજપયોગી કાર્યો કરતું ટ્રસ્ટ છે. તાજેતરમાં તેના દ્વારા મહિલાને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુથી ગંગા સ્વરૂપ બહેનો તેમજ વિકલાંગ ભાઇઓ-બહેનો માટે બે દીવસીય ફ્રી એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબીશન તા.23 અને 24 જુલાઇના રોજ સવારે 9.30 થી સાંજે 8.30 કલાક સુધી સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે યોજાનાર છે. યુરો ફ્રેશ ફુડ અને JBC Diam આ એક્ઝીબિશનમાં મુખ્ય સ્પોન્સર તરીકે જોડાયા છે. જ્યારે ગોટી પરિવાર તરફથી આમાં 1 લાખ રૂ. નું દાન અપાયું છે. આ બે દિવસીય એક્ઝિબીશનમાં વિધવા –વિકલાંગ પરિવારોને 450 કિટ રાહતદરે એટલે કે 2200 ની કિટ 1100 માં આપવામાં આવશે. આ ઉપરાંત એક્ઝીબીશનના ટોટલ 107 સ્ટોલમાંથી 63 સ્ટોલ ગંગા સ્વરૂપ બહેનો અને વિકલાંગ પરિવારોના ભાઇ- બહેનોને 500 રૂ. માં આપવામાં આવ્યા છે. જેમાં સ્ટોલના બે જણને જમવાનું અને બેનર ચાર્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જોતાં એમ પણ કહી શકાય કે એક્ઝીબીશનના 63 સ્ટોલ તદ્દન ફ્રી આપવામાં આવેલ છે. મુસ્કાન દ્વારા આયોજીત આ એકઝીબીશનની બીજી વિશેષતા એ છે કે અહીં કુકીંગ કલાસ અને કેક મેકિંગ કલાસમાં 1000થી વધુ બહેનો ફ્રી તાલીમ લઈ શકશે. આ ઉપરાંત આ એક્ઝીબિશનમાં બહેનોને ઉપયોગી એવી ઓર્ગેનિક રાખડી બનાવવાની તાલીમ પણ આપવામાં આવશે.

Author : Gujaratenews