ચોર-લૂંટારા કરતા ખતરનાક લૂંટેરી દુલ્હન વરાછામાંથી પકડાઈ, વરાછામાં ૧.૯૬ લાખમાં લગ્ન કર્યા, બે જ દિવસમાં રાત રંગીન બનાવી ફરાર, વરાછા પોલીસે સ્વાતીને ઝડપી પાડી
23-Jun-2022
લૂંટેરી દુલ્હન સ્વાતિની તસવીર.
સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં લગ્નના બે જ દિવસમાં સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા લઇ રફુચક્કર થઈ જનારી લુટેરી દુલ્હનને વરાછા પોલીસે ઝડપી પાડી હતી. લુટેરી દુલ્હન એ અગાઉ પણ આવા ગુન્હા આચર્યાની કબુલાત કરી છે.સુરત, રાપર, અમરેલી, મુંબઈના પાંચ યુવાનોને છેતર્યા છે. પોલીસે લુટેરી દુલ્હનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ તેના ચાર સાગરીતો ઝડપાઈ ચૂક્યા છે. જોકે, આ યુવતી ફરાર હતી, જેને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
વરાછા પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે. ભોળી ભાળી દેખાતી આ સ્વાતી નામની યુવતીની કરતૂત જાણીને આપ દંગ રહી જશો. વાત એવી છે કે, મૂળ મુંબઈના અને હાલ કર્ણાટકના ચિકમંગલુરરૂ ખાતે રહેતા ઝુમરના વેપારી 38 વર્ષીય અંકિત શાંતિલાલ જૈને જૂન 2021માં વરાછાના દંપત્તિને રૂ.15 હજાર દલાલી ચૂકવી બીલીમોરાની યુવતી સ્વાતી ગણેશભાઈ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નમાં સ્વાતીના ભાઈને રોકડ, દાગીના મળી આપેલા રૂ.1.81 લાખનો માલ લઈને સ્વાતી લગ્નના ગણતરીના કલાકોમાં જ રફુચક્કર થઈ ગઈ હતી.યુવકને અંતે છેતરાયો હોવાનું જણાતા તેણે વરાછા પોલીસ સ્ટેશનમાં લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પોલીસે પકડી પાડી છે. વરાછા પોલીસે લૂંટેરી દુલ્હન સ્વાતી ગણેશભાઇ હિવરાળે (ઉ.વ.23)ને સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધી હતી.વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના સંપર્કમાં એક યુવતીએ લગ્નની લાલચ આપી હતી. આ પછી બંનેએ લગ્ન પણ કરી લીધી હતા. લગ્નમાં યુવતીને યુવકે સોનાના ઘરેણા અને રોકડ રૂપિયા બને મળી કુલ 1,96,400 જેટલી રકમ મેળવી સ્વાતિ હીવરાળે નામની યુવતી રફુચક્કર થઇ ગઇ હતી. આ મામલે વરાછા પોલીસે બાતમીના આધારે લુટેરી દુલ્હનને ઝડપી પાડી હતી. જેની પૂછપરછ કરતા કચ્છના ગાંધીધામ ખાતે આવેલા રાપર પોલીસ સ્ટેશનનો પણ એક ગુનોનો ભેદ ઉકેલાયો હતો. આ સ્વાતિએ ત્યાં પણ લગ્નની લાલચ આપી એક યુવક પાસેથી 1,80,000 મેળવી રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હતી . આ લુટેરી દુલ્હન સામે વરાછા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025