અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયરની ગોળી મારીને હત્યા,બે વર્ષ પહેલા US ગયો હતો

23-Jun-2022

અમેરિકામાં ભારતીય સોફ્ટવેર એન્જિનિયર સાંઇ ચરણ નક્કાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 25 વર્ષીય સાંઇ ચરણ નક્કા તેલંગાણાના નાલગોંડા જિલ્લાના વતની હતા અને અમેરિકાની એક સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર હતા. રિપોર્ટ અનુસાર અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સાંઇ તેના મિત્રને એરપોર્ટ પર ડ્રોપ કરીને પરત ફરી રહ્યો હતો. ત્યારે અમેરિકાના મેરીલેન્ડમાં કેટોન્સવિલ પાસે કારમાં મુસાફરી કરી રહેલા સાંઈ ચરણને એક અશ્વેત વ્યક્તિએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તેને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ આર. એડમ્સ કાઉલી શોક ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો.
થોડા દિવસ પહેલા એક ભારતીયની (Shooting indian shop owner) હત્યા કરી હતી. એ પછી ફરી એકવખત કોઈ ભારતીયની હત્યાનો કેસ (Indian Murder Case USA) સામે આવ્યો છે.અમેરિકાના ગન કલ્ચરને (USA Gun Culture Threat) કારણે માત્ર ત્યાં રહેતા સ્થાનિકો જ નહીં પણ ભારતીયો પણ પરેશાન થયા છે.
બે વર્ષ પહેલા US ગયો હતોઃ સાંઈ ચરણ બે વર્ષ પહેલા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. એમએસ પૂરું કર્યા પછી તે છ મહિના સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તેના પિતાએ કહ્યું કે સાઈચરણે થોડા દિવસ પહેલા કાર ખરીદી હતી અને તે મોર્નિંગ વોક માટે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

 

Author : Gujaratenews