ગુજરાતમાં કોરોનાના કેસમાં 45%નો વધારો, અમદાવાદમાં સૌથી વધુ, સુરત બીજા નંબરે

23-Jun-2022

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કોરોનાના નવા કુલ 407 કેસ નોંધાયા છે. જે મંગળવારે નોંધાયેલા 226 કેસની તુલનામાં બુધવારે 45 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે 1લી જૂને 40 કેસ નોંધાયા હતા તેની તુલનામાં 90 ટકા કેસનો ઊછાળો દર્શાવે છે.
જોકે બુધવારે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી તે રાહતના સમાચાર છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસમા 50 ટકા કેસ એટલે કે 210 કેસ તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાને લઇન કુલ 10946 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધી રહેલા દર સામે રિકવરી દરે પણ સતત ઘટતો જાય છે. કોરોનાનો રિકવરી દર 98.97 ટકા નોંધાયો હતો. તો બીજી બાજુ 190 દર્દીઓ કોરોનાને મ્હાત આપતા અત્યાર સુધીમાં કુલ 12,15,806 દર્દીઓએ કોરોનાથી છૂટકારો મેળવ્યો છે.
બીજી બાજુ કોરોનાના કેસમાં વધારાની સાથે એક્ટીવ કેસ પણ ઘટવાનુ નામ લેતા નથી. આજે રાજ્યમાં કુલ 1741 એક્ટીવ કેસ નોંધાયા હતા, જેમાંથી હાલમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1737 દર્દીઓની હાલત સ્થિર છે.
આજે જિલ્લાવાર નોંધાયેલ કેસ જોઇએ જોઇએ તો અમદાવાદમાં 210, સુરતમાં 57, વડોદરામાં 41, રાજકોટમાં 20, ગાંધીનગરમાં 16, ભાવનગરમાં 11, જામનગ૨માં 9, વલસાડમાં 8, ભરૂચમાં 7, આણંદમાં 6, સાબરકાંઠામાં 5, બનાસકાંઠા, કચ્છ, મહેસાણામાં 4-4, નવસારીમાં 2, અમરેલી, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ થઇને કુલ 407 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં રાજ્યમાં 55,638 લોકોએ રસીનો પ્રથમ અને ડોઝ લીધો હતો તો અત્યાર સુધીમાં કુલ 11,10,21,457 વ્યક્તિઓનું રસીકરણ થઇ ગયુ છે.

​​​​​

Author : Gujaratenews