સુરતમાં મિની થાઈલેન્ડ: વેસુ વિસ્તારમાં 5 વર્ષથી ચાલતા કોરલ પ્રાઈમ સ્પા પર પોલીસના દરોડા: જથ્થાબંધ કોન્ડોમ મળ્યા, 8 વિદેશી યુવતી સાથે 4 લોકોની કરી ધરપકડ

23-Apr-2022

મસાજના નામે દેહવ્યાપાર કરાતો

સુરત: વેસુ વિસ્તારના વેસુ કેનાલ રોડ પર ધીરજ સન્સની ઉપર રિચ મોન્ડ પ્લાઝાના બીજા માળે આવેલી 101 નંબરની શોપમાં કોરલ પ્રાઇમ સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડી થાઇલેન્ડની ૭ સહિત આઠ યુવતી ઉપરાંત એક ગ્રાહક મળી કુલ ૧૩ જણાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મસાજ પેટે રૂ. ૧ હજાર અને શરીર સુખ માટે રૂ. ૨ હજાર ગ્રાહક પાસેથી વસુલવામાં આવતા હતા. જ્યાં અરોમા ઓઈલ હેડ મસાજ, foot reflexology, થાઈ થેરાપી, ફુટ મસાજ બોડી મસાજ, અને અરોમા થેરાપીના નામે સેક્સનો વેપાર ચલાવી રહ્યા હતા.

સુરત શહેરના એચટીયુ (એન્ટી હ્મુમન ટ્રાફિકીંગ યુનિટ) ને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે વેસુના સ્વસ્તિક માઇલ સ્ટોનની પાછળ રિચ મોન્ડ પ્લાઝાના બીજા માળે કોરલ પ્રાઇમ સ્પામાં દરોડા પાડયા હતા. જયાંથી સ્પાની મેનેજર ગીતા ઉર્ફે સુઝેન ટીકારામ ચેત્તરી (ઉ.વ. ૨૮ મૂળ રહે. રાનીપુલ, સિક્કીમ), તેનો આસીસ્ટન્ટ ઉમેશ જગન્નાથ આરીહરાવ (ઉ.વ. ૩૫ રહે. સ્કાય એવન્યુ રેસીડન્સી, કરાડવા રોડ, ડીંડોલી અને મૂળ. ઉલ્હાસનગર, તા. અક્કલકુવા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર) ઉપરાંત થાઇલેન્ડની સાત યુવતી, શરીર સુખ માણવા આવનાર ગ્રાહક અભિષેક લક્ષ્મણ કુકડીયા (ઉ.વ. ૨૫૪ ૨હે. શિવશંકર પાર્વતી સોસાયટી, ખોડિયારનગર પાછળ, વરાછા), સ્પાના સફાઇ કામદાર રાકેશ દામુ અખાડે (ઉ.વ. ૩૦) અને તક્ષક ગજાનંદ પુતળે (ઉ.વ. ૨૨ બંને રહે. વેસુ સુડા આવાસ) ને ઝડપી પાડી રોકડા રૂ. ૧૦,૨૦૦, મોબાઇલ ૭ નંગ અને કોન્ડોમના પેકેટ મળી કુલ રૂ. ૯૬,૨૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે તમામની પૂછપરછ કરતા સ્પા માલિક દિપકુમાર ઉર્ફે નિમિત રવજી પટેલ હોવાનું બહાર આવ્યું છે અને થાઇલેન્ડની યુવતી સપ્લાય કરનારા સ્માઇલી નામની મહિલાને વૉન્ટેડ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે સ્પામાં આવનાર ગ્રાહક પાસેથી મસાજ માટે રૂ. ૧ હજાર અને શરીર સુખ માણવા માટે રૂ. ૨૦૦૦ ની વસુલાત કરતા હતા. જેમાં શરીર સુખ માણનાર ગ્રાહકના રૂ. ૨ હજારમાંથી રૂ. ૧ હજાર યુવતીઓને આપતા હતા. 

સ્પા સંચાલક નિમીત રવજી પટેલ થાઇલેન્ડની યુવતીની મદદથી વિદેશી યુવતીને અહી બોલાવતો હતો

કોરલ પ્રાઇમ સ્પામાં દરોડા પાડી પોલીસે ૭ થાઇલેન્ડની યુવતીને ઝડપી પાડી છે. આ તમામ યુવતી ઉપરાંત સ્પા મેનેજર સિક્કીમની યુવતીની પૂછપરછમાં સ્પા માલિક દિપકુમાર ઉર્ફે નિમીત પટેલ છે. દિપ થાઇલેન્ડની લમાઇ ઉર્ફે સ્માઇલી ચીમખોનબુરી સાથે સંર્પકમાં છે અને તેની મદદથી વિદેશી યુવતી બોલાવતો હતો. જેથી પોલીસે સ્માઇલીને વોન્ટેડ જાહેર કરી છે.

Author : Gujaratenews