SURAT : સુરત શહેરના સચિન જી.આઈ.ડી.સી વિસ્તારમાં એક તળાવમાં ૩ બાળકો ડૂબવાની ઘટના સામે આવી છે. બાળકો ડૂબી જવાનો બનાવ બનતા પોલીસ અને ફાયરના વિભાગ દોડતું થયું હતું,તળાવના પાણીમાં ગરકાવ બાળકોની મોડે રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ કોઈ ભાળ નહીં મળતાં આજે સવારથી જ ફાયર વિભાગ દ્વારા બોટ લઈ તળાવમાં મૃતદેહ શોધવાના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે,તળાવ કિનારેથી બાળકોનાં કપડાં મળી આવ્યા છે ત્યારે બાળકો નાહવા ગયા બાદ તેઓ ડૂબી ગયાં હોવાની આશંકા સેવાઇ રહી છે ફાયર વિભાગે તે જ દિશામાં શોધખોળ શરૂ કરી છે.
તળાવમાં ડૂબી ગયેલા બાળકોની ઉંમર ૧૨,૧૩ અને ૧૪ વર્ષની છે,ઘટનાની જાણ થતાં બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં હતાં,ઘટનાને ૧૦ કલાક વીતી ગયા બાદ પણ બાળકોની કોઈ ભાળ નથી,રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી,ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ગરકાવ થયાં છે.
તળાવમાં ડૂબી ગયેલા બાળકો શહેરના ઉન વિસ્તારનાં હોવાનું સામે આવ્યું છે ઘટનાને લઈ ફાયરના જવાનો અને અધિકારીઓ સવારથી જ તળાવમાં બોટ લઈને ઊતર્યા છે અને તળાવના પાણીમાં ઉતરી બાળકોની શોધખોળ કરી રહ્યા છે,બાળકો ઉનની સિદિકનગર અને સાંઈનગર ઝૂંપડપટ્ટીનાં હોવાનું સામે આવ્યું છે.
25-Jun-2025