BCCIની મોટી જાહેરાત, આ તારીખથી શરૂ થશે IPL 2022 ની ધમાલ

23-Jan-2022

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) 2022 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત માટે બે તારીખો પર વિચાર કરી રહ્યું છે, જેમાં બોર્ડના કેટલાક અધિકારીઓ અને કેટલાક ફ્રેન્ચાઇઝી માલિકો 27 માર્ચથી લીગ શરૂ કરવા માંગે છે, જ્યારે કેટલાક અન્ય પ્રભાવશાળી લોકો ઇચ્છે છે કે આ મોટી સ્પર્ધા 2 એપ્રિલથી શરૂ થાય, જે લોઢા સમિતિની ભલામણોને અનુરૂપ છે.

IPL ની તારીખો સામે આવી
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, "કેટલાક ટીમના માલિકો તેને 27 માર્ચથી શરૂ કરવાની તરફેણમાં છે, પરંતુ ભારતે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય (T20) મેચ 18 માર્ચે લખનૌમાં શ્રીલંકા સામે રમવાની છે." અને પછી લોઢાના નિયમ મુજબ 14 દિવસના અંતરની જરૂર છે. આ જ કારણ છે કે લીગ 2 એપ્રિલથી શરૂ થઈ શકે છે.

બીસીસીઆઈના સૂત્રએ કર્યો ખુલાસો
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પછી વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે ઘરઆંગણે સતત ત્રણ બાયો-બબલ બાદ ભારતીય ખેલાડીઓ થાકી ગયા હોવાનું માનવામાં આવે છે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું, "બીસીસીઆઈએ શ્રીલંકાના પ્રવાસના 10 દિવસથી ઓછા સમયમાં આઈપીએલ શરૂ કરવાનું વિચારતા પહેલા ખેલાડીઓની થાકને ધ્યાનમાં રાખવો જોઈએ."

મળતી માહિતી અનુસાર લખનઉ અને અમદાવાદની બે નવી ટીમો સહિત તમામ 10 IPL ફ્રેન્ચાઇઝી માલિકો ઇચ્છે છે કે ભારત 2022 IPL માટે યજમાન દેશ બને, જેમાં મુંબઇ અને પૂણે તેમના મનપસંદ શહેરો છે. તેમની બીજી પસંદગી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) છે જ્યાં આઈપીએલ ત્રણ વખત યોજાઈ ચુકી છે જ્યારે છેલ્લો વિકલ્પ દક્ષિણ આફ્રિકા છે જ્યાં તે 2009માં યોજાઈ હતી. જોકે, સંયુક્ત આરબ અમીરાત અને દક્ષિણ આફ્રિકાનો વિકલ્પ ત્યારે જ સામે આવશે જ્યારે ભારતમાં કોવિડ-19ની સ્થિતિ ખૂબ જ ખરાબ હશે.

શ્રીલંકામાં પણ થઇ શકે છે આયોજન
અગાઉ એવી પણ ચર્ચા હતી કે શ્રીલંકા પણ IPLની યજમાની કરી શકે છે પરંતુ તેનું નામની ચર્ચા પણ કરવામાં ન આવી. જ્યાં સુધી મોટા ખેલાડીઓની હરાજીની તારીખોનો સવાલ છે, તો તેનું આયોજન મૂળ કાર્યક્રમના અનુસાર 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાય તેવી શક્યતા છે. બોર્ડના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, “આજની મીટિંગ મુખ્યત્વે ટીમના માલિકો માટે હતી, જેઓ તેમની પસંદગીના સ્થળોના મુદ્દા પર તેમના સૂચનો આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોટાભાગના માલિકો ઈચ્છે છે કે જો બધુ બરાબર ચાલે અને કોવિડ-19 ની ત્રીજી લહેરની અસર ઓછી થઈ જાય તો આઈપીએલનું આયોજન ભારતમાં જ થાય.

તેમણે કહ્યું કે “મુંબઈમાં ત્રણ મેદાન છે અને અમારી પાસે પુણેમાં પણ એક મેદાન છે જે પુણે શહેરને બદલે હાઈવેની નજીક છે. અમે વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટિલ સ્ટેડિયમ (નવી મુંબઈ) સાથે ગહુંજે સ્ટેડિયમનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાં કોઈ હવાઈ મુસાફરી થશે નહીં અને એક શહેરમાં બાયો-બબલ બનાવી શકાય છે.’ બીજો વિકલ્પ UAE છે જ્યાં કડક બાયો-બબલમાં બે સત્રોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

તેમણે કહ્યું, 'દક્ષિણ આફ્રિકા છેલ્લો વિકલ્પ છે, પરંતુ અત્યારે અમે તેને વિકલ્પ તરીકે વિચારી રહ્યા નથી. આ છેલ્લો ઉપાય છે. જ્યાં સુધી દર્શકોની એન્ટ્રીનો સવાલ છે, ટૂર્નામેન્ટની નજીક જ તેના પર નિર્ણય લઈ શકાય છે.

Author : Gujaratenews