બનાસકાંઠા : બનાસકાંઠાના ડીસામાં બનેલ એક બનાવથી અરેરાટી મચી ગઈ છે. ડીસામાં એસટી બસમાંથી યુવક-યુવતીના મૃતદેહ (suicide) મળતા ડીસા પોલીસ દોડતી થઈ છે. બંને યુવક-યુવતી રાધનપુરથી બસમા બેસ્યા હતા, અને ડીસામાં તેમનો મૃતદેહ મળ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, એક યુવક અને યુવીત રાધનપુરથી અંબાજી જતી બસમાં બેઠા હતા. GJ18 Z2085 નંબરની બસ અંબાજી જઈ રહી હતી. ત્યારે ડીસા પહોંચતા જ બસના કંડક્ટરે યુવક-યુવતીને જગાડ્યા હતા. પરંતુ બંને ઉઠ્યા ન હતા. જેથી બસના કંડક્ટરે પોલીસને જાણ કરી 108 દ્વારા બંન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સિવિલના તબીબોએ બંન્ને યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમા સામે આવ્યુ કે, માંડવી-અંબાજી બસમાં રાધનપુરથી બેઠેલા યુવક-યુવતીએ બસમાં ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે બંન્ને મૃતકોના મૃતદેહોને પોસમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું અનુમાન છે. ત્યારે પોલીસે બંનેની ઓળખ જાણવા, બંને કયા શહેરના છે તે મામલે તપાસ શરૂ કરી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024