ફરી લોકડાઉનના ભણકારા!!! કોરોનાના કેસોમાં વધારો, નવા 111 કેસ સાથે વડોદરામાં ઓમિક્રોનના સૌથી વધુ 7 કેસ

22-Dec-2021

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના ફરીએકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 111 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 78 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.70 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 2,13,972 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 668 એક્ટિવ કેસ છે. જે પૈકી 12 નાગરિકો વેન્ટિલેટર પર છે. 656 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે જામનગર કોર્પોરેશનમાં 1 અને આણંદમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10108 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે. નવા આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશનમાં 17, રાજકોટ કોર્પોરેશન 11, વડોદરા કોર્પોરેશન 10, કચ્છ-વલસાડ 5, ખેડા નવસારી -4, આણંદ રાજકોટમાં 3, મહીસાગરમાં 2, ભાવનગર કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. 22મીએ નવા 91 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ 600ને પાર પહોંચી ગયા છે.

21 ડિસેમ્બરે રાજ્યમાં 87 કેસ નોંધાયા હતા અને 2 દર્દીના મૃત્યુ થયા હતા. તો આજે 22 ડિસેમ્બરે 91 નવા કેસ નોંધાયા છે અને સાથે 2 દર્દીના મૃત્યુ થયા હતા. આજે નોંધાયેલા નવા કેસોમાં સૌથી વધુ આમદાવાદ શહેરમાં 25 નવા કેસ નોધાયા તો સુરત શહેરમાં 16 અને વડોદરા શહેરમાં 10 કેસ છે.

આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 8,28,794 (8 લાખ 28 હજાર 794 ) કેસ થયા છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે સુરત શહેરમાં 1 અને દેવભૂમિ દ્વારકા 1 એમ બે દર્દીના મૃત્યુ થયા છે અને કુલ મૃત્યુઅંક 10,105 થયો છે.

આજે રાજ્યમાં 41 અને અત્યાર સુધીમાં કુલ 8,18,051 ( 8 લાખ 18 હજાર 051 ) દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 637 થયા છે. રાજ્યમાં રસીકરણ અભિયાનની વાત કરીએ તો આજે 22 ડિસેમ્બરે 1,82,360 લોકોને કોરોના રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,76,83,762 (8 કરોડ 76 લાખ 83 હજાર 762 ) ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Author : Gujaratenews