Jioએ લૉન્ચ કર્યો 91 રૂપિયાનો રિચાર્જ પ્લાન, અનલિમીટેડ કૉલિંગની સાથે કેટલો મળશે ડેટા, જાણો પ્લાન

22-Dec-2021

Jio New Recharge Plan: ગયા મહિને રિલાયન્સ જિઓ (Reliance Jio), એરટેલ (Airtel) અને વૉડાફોન-આઇડિયા (Vodafone-idea)એ પોતાના પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan)ના રેટિફ દરો વધારી દીધા હતા. હવે તમામ મુખ્ય ટેલિકૉમ કંપનીઓ (Telecom Company) પોત પોતાના કસ્ટમર્સ (Customers) ને લોભાવવા માટે બજેટ વાળા નવા નવા રિચાર્જ પ્લાન પોતાના ગ્રાહકો માટે લાવી રહી છે. જિઓએ પોતાના ગ્રાહકો માટે 100 રૂપિયાથી પણ ઓછી કિંમત વાળો રિચાર્જ પ્લાન લૉન્ચ કરી દીધો છે. 91 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને ઘણુબઘુ મળવા જઇ રહ્યું છે. આ રિચાર્જ પ્લાનમાં તમને શું શું સુવિધાઓ મળી રહી છે અહીં જાણો.................. 

મળશે 28 દિવસની વેલિડિટી- 

91 રૂપિયા વાળા આ રિચાર્જ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી (Validity) મળશે. જો કૉલિંગ (Calling)ની વાત કરીએ તો આ 28 દિવસ માટે અનલિમીટેડ (Unlimited) છે. એટલે તેમ વેલિડિટી સુધી કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ ફ્રી કૉલ (Unlimited Calling) કરી શકો છો. 

એસએમએસ (SMS) અને મોબાઇલ ડેટા (Mobile Data) કેટલો........

આ પ્લાન (Plan)માં ગ્રાહકોને 50 એસએમએસ (SMS)ની પણ સુવિધા મળશે. હવે વાત જો ઇન્ટરનેટ (Internet)ની કરીએ તો આ પ્લાનમાં તમને દરરોજ 100 એમબી ડેટા મળે છે. રિલાયન્સ જિઓ (Jio) તમને આ પ્લાન અંતર્ગત 200 એમબી વધારાનો ડેટા પણ આપી રહ્યું છે. કુલ મળીને આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 3 જીબી ડેટા મળે છે. જો તમે આ પ્લાનને ઓવરઓલ જોશો તો આ તે લોકો માટે શાનદાર છે, જેમનો ઇન્ટરનેટનો યૂઝ વધારે નથી, અને સસ્તો પ્લાન શોધી રહ્યાં છે.

Author : Gujaratenews