વર્ષ ૨૦૧૯-૨૦માં જાહેર થયેલ ટેબ્લેટ દિવાળી પહેલાં આપવા અથવા ભરેલા પૈસા વ્યાજ સાથે પરત આપો
22-Oct-2021
વર્ષ ૨૦૧૯ - ૨૦માં વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવનાર હજારો વિદ્યાર્થીઓએ સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત રૂ. ૧૦૦૦ ભરેલ હોવાં છતાં આજ દિવસ સુધી ટેબ્લેટ મળેલ નથી. કેસીજી એ અગાઉ ઓગસ્ટ માસ સુધીમાં આપવાની જાહેરાત કરી હતી. બાદમાં દિવાળી પહેલાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી ઘણાં વિધ્યાર્થીઓને ટેબ્લેટ મળેલ નથી.
ગુજરાતના હજારો વિધ્યાર્થીઓ કે જેઓએ ટેબ્લેટના પૈસા ૩ વર્ષના કોર્સની શરૂઆતમાં ભરેલ પણ તેઓ છેલ્લા વર્ષમાં આવી ગયા હોવા છતાં આજ દિવસ સુધી ઘણાં વિધ્યાર્થીઓને ટેબ્લેટ મળેલ નથી અને આવા વિધ્યાર્થીઓના કરોડો રૂપિયા સરકારના ખાતામાં જમા પડ્યા છે. અમો છાત્ર યુવા સંઘર્ષ સમિતિની સ્પષ્ટ માંગ છે કે જે વિધ્યાર્થીઓને ટેબ્લેટ બાકી છે તેઓને દિવાળી પહેલાં ટેબ્લેટ આપવામાં આવે અથવા ભરેલા પૈસા આજ દિવસ સુધીના વ્યાજ સાથે પરત કરવામાં આવે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા CYSS રાજકોટ ના હોદ્દેદારો તેમજ સભ્યોએ જહેમત ઉઠાવી.
20-Aug-2024