Bunty aur Babli 2’ ફિલ્મનું ટીઝર થયુ રિલીઝ, વર્ષો બાદ સૈફ અને રાની સાથે જોવા મળશે

22-Oct-2021

Bunty aur Babli 2 Teaser : યશ રાજની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બંટી ઓર બબલી 2’ નું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં રાની મુખર્જી, સૈફ અલી ખાન (Actor Saif Ali khan), સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સૈફ અલી ખાન અને રાની મુખર્જી 12 વર્ષ બાદ આ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ અગાઉ બંનેએ ‘તારા રમ પમ’ અને ‘હમ તુમ’ માં સાથે કામ કર્યું હતુ.

બંટી ઓર બબલી 2 ફિલ્મનું ટીઝર રિલીઝ થયુ

તમને જણાવી દઈએ કે, ‘બંટી ઓર બબલી 2’ ફિલ્મનું ટીઝર 1.26 સેકન્ડનું છે. ટીઝરની શરૂઆત સૈફ અલી ખાન અને રાની મુખર્જીથી થાય છે. જ્યાં સૈફ અલી ખાન અને રાની મુખર્જી (Rani Mukherji) બંને તેમના લુકને ટચઅપ કરતા જોવા મળે છે. સાથે રાની સૈફને કહે છે કે સૈફુ કેટલા વર્ષો પછી આપણે સાથે કામ કરી રહ્યા છીએ. સૈફ કહે છે કે 12 વર્ષ પછી તેઓ સાથે આવ્યા છે.

ફિલ્મમાં 2 બંટી ઓર બબલી છે !

 

ટીઝરમાં સૈફ રાનીના વખાણ કરતા જોવા મળે છે. જેમ જેમ બંને શૂટિંગ માટે તૈયાર થાય છે, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી પાછળથી ફ્રેમમાં આવે છે અને કહે છે કે તેઓ પણ શૂટિંગ માટે તૈયાર છે. બાદમાં રાની કહે છે કે તું કોણ છે જેના પર સિદ્ધાંત અને શર્વરી કહે છે કે તે બંટી અને બબલી છે. રાની કહે છે કે માત્ર એક જ બબલી છે.

દિગ્દર્શક વરુણ કહે છે કે આદિત્ય સરે સ્ક્રિપ્ટ બદલી છે. હવે ફિલ્મમાં બે બંટી અને બબલી છે. રાની અને સૈફ બંને પોતપોતાના મેક-અપ રૂમમાં જાય છે. બાદમાં સિદ્ધાર્થ અને શર્વરી કહે છે કે અમે તૈયાર છીએ અને તેમનો સમય પૂરો થઈ ગયો.

Author : Gujaratenews