ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન નિમિત્તે તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૭ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજ રોજ તારીખ ૨૨/૯/૨૦૨૧, બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી, કિસાન મોરચો, સુરત શહેર દ્વારા મોટીવેડ ગામ તાપી ઓવારા ખાતે ઓવારાની સફાઈ તેમજ વૃક્ષારોપણ તેમજ રામજી મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
જેમાં સુરત મહાનગર કિસાન મોરચાના પ્રભારી તથા શહેર મહામંત્રી કાળુભાઈ ઈટાલીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં કિસાન મોરચાના પ્રમુખ સતિષભાઈ પટેલ, મહામંત્રી જેનિશભાઈ પટેલ અને અંકિતભાઈ નાયક, આ ઉપરાંત કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પ્રવિણભાઇ ભાલાળા તથા મંત્રી મુન્નાભાઇ જોગલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મોરચાના દરેક કાર્યકર્તાએ ભારે જહેમત ઉઠાવી હતી.
Author : Gujaratenews
05-Mar-2025