સરળતાથી વિદેશ જવાનો માર્ગ ખુલ્યો: લઘુત્તમ સીઆરએસ સ્કોર ઘટાડતાં કેનેડા જવાનું હવે વધુ સરળ બનશે

22-Sep-2022

કેનેડાની ઇકોનોમી ખુલી ગયા પછી અહીં કામદારોની ખાસ જરૂર

ટોરેન્ટો, કેનેડા જવા માટે કેનેડા એક્સપ્રેસ એન્ટ્રીને સૌથી સરળ અને અસરકારક રસ્તો માનવામાં આવે છે. તેના માટે અરજકર્તાએ એક સીઆરએસ સ્કોર મેળવવો પડે છે. આ સ્કોર માટેના નિયમોમાં ફેરફાર થયા છે અને તેના કારણે કેનેડા જવાનું કામ વધારે સરળ બનશે તેમ માનવામાં આવે છે. આઈઆરસીસીની વેબસાઈટ પર લઘુતમ સીઆરએસ સ્કોરનો આંકડો બદલવામાં આવ્યો છે. બીજા બધા પ્રોગ્રામ ડ્રોની સરખામણીમાં હજુ પણ આ સ્કોર ઉંચો છે. છતાં ૬ જુલાઈથી આવા ડ્રો શરૂ થયા ત્યાર બાદ આ સૌથી નીચો આંકડો છે. કેનેડાની ઇકોનોમી ખુલી ગયા પછી અહીં કામદારોની ખાસ જરૂર છે અને તે મુજબ વધુ લોકોને કેનેડા પીઆર (પર્મેનન્ટ | રેસિડન્સી) આપવા માટે સરકારે યોજના બનાવી છે. એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ કેનેડા આવી શકતા લોકોની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવશે. ૧૪ સપ્ટેમ્બરે કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રીના ઉમેદવારોને આમંત્રિત કર્યા છે. તે પ્રમાણે લઘુતમ | સીઆરએસ (કોમ્પ્રિહેન્સિવ રેન્કિંગ સિસ્ટ) સ્કોર ૫૧૧થી ઘટાડીને ૫૧૦ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે જે લોકોએ ઓછામાં ઓછા ૫૧૦નો સીઆરએસ સ્કોર કર્યો હશે તેમને કેનેડિયન પર્મેનન્ટ રેસિડન્સી માટે અરજી કરવા આમંત્રણ | (આઈટીએ) આપવામાં આવશે. જોકે, આ સ્કોર પણ બીજા પ્રોગ્રામ ડ્રોની તુલનામાં ઘણો ઉંચો છે. આઈઆરસીસીની વેબસાઈટ પર આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે.૨૦૨૨માં કેનેડા ૪.૩૦ લાખથી વધારે લોકોને પીઆર આપશે. ૧૪ સપ્ટેમ્બરે કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રીનો છઠ્ઠો ડ્રો કર્યો હતો, જેમાં ૩૨૫૦ લોકોને એક્સપ્રેસ એન્ટ્રી વિઝા માટે અરજી કરવા આમંત્રણ આપ્યું છે. કેનેડાએ આ વર્ષે ૬ જુલાઈથી ઇમિગ્રેશન માટે ઓલ-પ્રોગ્રામ ડ્રો શરૂ કર્યો છે.

Author : Gujaratenews