ગુજરાતના દરિયાકાંઠા માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર તેમજ મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ સુધીના માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે.
ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) દ્વારા આગાહી કરવામાં આવી છે કે 21-01-2022 ના રોજ 23:30 કલાકથી 23-01-2022 ના 23:30 કલાક દરમિયાન જખૌથી ગુજરાતના દરિયા (sea) કાંઠાના દીવ સુધીના દરિયાકાંઠે 3.0 – 3.5 મીટરની રેન્જમાં ઊંચા મોજાં (Waves) ઉછળવાની સંભાવના છે.
ગુજરાતના દરિયાકાંઠા (જાળ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર) તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણ સુધીના માટે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે કે 22મી જાન્યુઆરી 2022ના રોજ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. જેથી માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. 23મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી 2022 સુધી ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે કોઈ ચેતવણી (Warning) નથી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025