રાજકોટ : કોરોના વાઈરસની દામ્પત્ય જીવન પર અસર પર એક સર્વે થયો જેનાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કોરોનાએ પુરૂષોનું પુરુષત્વ છીનવ્યું અને સ્ત્રીઓની કામુકતા પર રોક લગાવી છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. હસમુખ ચાવડા ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં કોરોના વાઈરસની દામ્પત્ય જીવન પર શું અસર થઇ છે તે માટે 450 પુરુષો અને 270 મહિલાઓ ( મહિલા અધ્યાપકની સહાયથી ) પર સર્વે કર્યો હતો. જેમાં આ વાઈરસની દામ્પત્ય જીવન પર ખુબ નકારાત્મક અસર જોવા મળી છે. આ સર્વેના તારણો ખુબ જ ચોંકાવનારા હતા.કોરોના મહામારીની અસર દામ્પત્ય જીવન પર થઇ છે? જેમાં 68.30% લોકોએ હા કહી હતી. * શું તમારો પાર્ટનર કોરોના પછી જાતીય સબંધોમાં પહેલા જેમ જ વ્યવહાર કરે છે? આ પ્રશ્નના જવાબમાં 45.90% એ ના કહી * શું તમને લાગે છે કે તમારા પતિ- પત્ની પહેલા જેવો રોમાન્સ અને સેક્સ કોરોના પછી કરતા નથી ? જેમાં 30.70% મહિલાઓ એ હા કહી અને 18% પુરુષોએ હા કહી હતી. કોરોનાની જાતિય જીવન પર અસર થઇ છે, એવું લાગે છે? જેમાં 53.70% લોકોએ હા કહી હતી.
તમારી પાસે એવા કોઈ કિસ્સા આવ્યા છે કે કોરોના પછી તેમના જાતીય જીવનમાં અડચણ થતી હોય? 33.30% લોકોએ હા કહી હતી. * કોરોના પછી જાતિય જીવન વ્યવસ્થિત રાખવા ઔષધીઓ કે દવાનો સહારો લો છો? જેમાં 18.54% લોકોએ હા કહી. આ ખુબ ચોંકાવનાર બાબત છે. * ભય મનમાં પેસી ગયો છે કે રોમાન્સ કરીશ અને તેનાં શરીર ના કોઈપણ વાયરસ મને ચોંટશે તો
કેવી નિષેધક અસરો થઈ છે તે મન જ જાણે છે, જાણે મારું પુરુષત્વ કોરોનાએ હણી લીધું હોય ઍમ લાગે છે * કોરોના રોગ ચેપી હોવાથી તે જાતીય જીવન પર અસર કરી શકે * સ્વભાવિક કોરોના positive આવીયા બાદ જાતીય જીવન અને સેક્સ લાઇફ માં ખુબજ મોટી તકલીફો પડતી હોય છે. * આ મહામારીને કારણે પતિ -પત્ની વચ્ચે દુરી વધી ગઈ છે જેની અસર જાતીય જીવન પર ખૂબ નિષેધક થઇ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024