ગારીયાધારના સરંભડા ગામે સ્વ. વિમળાબેન ગલાણીની પુણ્યતિથિ અને ચૂંટણીએ ગામમાં સામાજિક સંવાદિતા પ્રગટાવી

21-Dec-2021

ગારીયાધારના સરંભડા ગામે સામાજિક સંવાદિતાનું ઉત્તમ ઉદરણ પૂરું પાડતી લેઉવા પટેલ સમાજના સ્વ. વિમળાબેન ગલાણીની પુણ્યતિથિ અને ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નાના એવા સરંભડા ગામના વજુભાઈ પરસોતમભાઈ ગલાણીના ધર્મપત્ની સ્વ. વિમળાબેનનું એકમાસ પૂર્વે દેહાંવસાન સુરત ખાતે થયું હતું પણ વતન પ્રેમી વજુભાઇ ગલાણીને વસવસો હતો માદરે વતનમાં ક્યારે ? સ્થળ સ્થિતિ અને સંજોગ નિર્માણ થાય ગામ એક જગ્યા એ ક્યાં સમયે ભેગું થાય પ્રસંગોપાત વારે તહેવારે બધા ગ્રામજનો કેમ ભેગા થાય ? પણ જોગનુંજોગ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી આવી જાગૃત ગામ લોકશાહીની પવિત્ર ફરજ મતદાન કરવા અન્ય શહેરોમાં રહેતા તમામ ગ્રામજનો સરંભડા આવ્યા અને પુણ્યશાળી સ્વ. વિમળાબેનની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે વજુભાઈ ગલાણી સમસ્ત સરંભડા ધુવાડા બંધ જમણવાર અને સમસ્ત સરંભડા માં ગરબ ગુરબાઓને વસ્ત્રદાન કર્યું, વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ તે વતનને ક્યારેય વિસરી શકતો નથી. સુરતને કર્મભૂમિ બનાવી સુખી સંપન્ન થયેલ વજુભાઈ ગલાણીને પ્રતીક્ષા હતી. આખું ગામ વતનમાં ક્યારે ભેગું થાય ભાવના હતી. સ્થળ સમય સંજોગ થયા અને ચૂંટણી આવી ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા તમામ ઉમેદવારો સરપંચ પદ સદસ્ય પદની પેનલો આપસી મતભેદ વગર એક પંગથે જમ્યા ગામની એકયતા ભાતૃપ્રેમથી સામાજિક સંવાદિતા પ્રગટી મતદારો ઉમેદવારો ટેકેદારો સૌ કોઈ આ અનોખી પુણ્યતિથિમાં ઉપસ્થિત રહ્યા, વજુભાઈ પરસોતમભાઈ ગલાણીને ત્યાં ભોજન લીધું હતું. સ્વ. વિમળાબેનની પુણ્યતિથિ નિમિતે વજુભાઈ ગલાણી પરિવારે ગામની બહેનો માતાઓને સાડીઓનું વિતરણ કરાયું હતું. કોઈપણ જાતના રાગદ્વેષ રાખ્યા વગર સમસ્ત સરંભડા ગામ સૌ સાથે જમ્યાં ગામની એકયતા અને સામાજિક સંવાદિતા નું સરાહનીય દષ્ટાંત પુરું પાડ્યું હતું.

Author : Gujaratenews