હવે પેટ્રોલ-ડીઝલની નહીં રહે જરુર ! 60-62 રૂપિયા વાળા ઈંધણ પર ચાલશે કાર, જાણો શું છે નિતિન ગડકરીનો પ્લાન
21-Oct-2021
પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય લોકોનું બજેટ બગડી રહ્યું છે. ઓટો ફ્યુઅલ (Auto Fuel) કિંમતોનો રેકોર્ડ ઊંચે વધી રહ્યો છે. દેશમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલનો દર 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયો છે. તેથી, હવે સરકાર કોઈપણ રીતે પેટ્રોલ અને ડીઝલની નિર્ભરતાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું છે કે સરકાર તમામ વાહન ઉત્પાદકોને આગામી છ-આઠ મહિનામાં યુરો-છ ઉત્સર્જન ધોરણો (Euro-six emission norms) હેઠળ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન (flex-fuel engines) બનાવવા માટે કહેશે.
ફ્લેક્સ-ફ્યુઅલ ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના સંયોજનથી બનેલ વૈકલ્પિક બળતણ છે. એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ઓટો ઉદ્યોગ આગામી 15 વર્ષમાં 15 લાખ કરોડ રૂપિયાનો થશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025