આકાશથી અરવલ્લીના રસ્તા ઉપર ચાંદ ઊતર્યો, શિક્ષિત અને વિકાસશીલ ગણાતા હડિયોલ થી ગઢોડા જવાનો જિલ્લા પંચાયત હસ્તક નો પેવર રોડ સાવ ભંગાર
21-Sep-2021
વાહનો પટકાય છે લોકોની કમરો તૂટે છે, અઠવાડિયામાં નિકાલ નહીં થાય તો ખાડાઓમાં વૃક્ષારોપણ કરાશે
અરવલ્લી: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના શિક્ષિત અને વિકાસશીલ ગણાતા હડિયોલ થી ગઢોડા જવાનો પેવર રોડ બદતર હાલતમાં છેલ્લા કેટલાય સમયથી પડી જતાં આ પેવર રોડ પર મોટામાં ખાડા પડી જતાં વાહનચાલકોના કમરના મણકા જુદા થવા માંડ્યા છે ને વાહનો પણ ગગડી જવા માંડ્યા છે.આ પેવર રોડ છેલ્લા એક દોઢ વરસ ઉપરાંતના સમયથી સાવ ભંગાર બની ગયો છે ને ચોમાસામાં તો રીતસર ખાડાઓમાં પાણી ભરાઈ જતાં અસંખ્ય દ્વિચક્રી વાહનો વારા અકસ્માત નો ભોગ બન્યા છે.આ રસ્તો અન્ય ગામડાઓ ના લોકોને હિંમતનગર પહોંચવા માટે સરળ હોવાના કારણે અસંખ્ય લોકોની પરેશાનઓ વધી છે જિલ્લા પંચાયત ના માર્ગ અને મકાન વિભાગ ના તંત્ર ની અને કોન્ટેક્ટ રોની મીલી ભગતના કારણે આ રસ્તાની બદતર હાલત થઈ ગઈ છે. પેવર રોડ બનાવવામાં આવ્યો ત્કમયારે જ લોકોના વિવિધ અંગુલિનિર્દેશ આને આક્ષેપો હોવા છતાંય તંત્ર ના બધિર બનેલ કાને આ ફરીયાદો નહીં સંભાળતા સરકારના પૈસા પાણીમાં વહી ગયાની વાતો આજે સાચી સાબિત થઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને કોંગ્રેસ ના યુવા આગેવાન શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આ અંગે જણાવાયું છે જો એક અઠવાડિયામાં આ ઉબડખાબડ માર્ગ ને સમોસુતરો નહીં કરાય તો હડીયોરલ આને ગઢોડા ની જનતા યુવાનો આ રોડ પરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી ગાંધીચિંધ્યા માર્ગે જનાર હોવાનું ટેલિફનીક વાતચીતમાં હર્ષદભાઈ પટેલે તેમજ મેસેજ કરી જણાવ્યું છે જેની ના ધ તંત્ર અને હાકેમો લે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.
11-Apr-2025