ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું અને યુવાનોને પ્રોત્સાહિત કરાયા

21-Sep-2021

અરવલ્લી: ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ અરવલ્લી જીલ્લા ઘટક દ્વારા જીલ્લા ના યુવાનો ને પ્રોત્સાહિત કરવા સારુ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ તાલુકા ની આઠ ટીમ માં ૧૦૦ જેટલા યુવાનો એ ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં રાજ્ય ના પ્રમુખ શ્રી જે.વી. શ્રીમાળી, મહામંત્રી સી.એન.જોષી , અમદાવાદ જીલ્લા ઘટક ના પ્રમુખ મહેન્દ્રભાઇ શ્રીમાળી, તથા વિનુભાઇ ધંધુકિયા, ટીટોઇ ગામના સરપંચ કાદરભાઇની વિશેષ ઉપસ્થિતી રહી હતી જીલ્લા ઘટકના હોદેદારો મહેન્દ્રભાઇ પંડયા પ્રમુખ, ગીરધરભાઇ પંડ્યા મહામંત્રી, જગદીશભાઈ પંડયા ઉપપ્રમુખ, ધીરૂભાઈ પંડયા, ખજાનચી તથા  અજીતભાઇ પંડયા ટીટોઇ તથા સમગ્ર ટીમ દ્વારા સુંદર આયોજન કરી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર ઇનામોનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ અરવલ્લી જીલ્લા ધટક દ્વારા યુવાનો ને પ્રોત્સાહિત કરવા બદલ તમામ ૧૦૦ જેટલા યુવાનો એ ગુજરાત ગુરૂ સમાજ માતૃસંસ્થા સાથે સમર્પિત રહી અરવલ્લી જીલ્લા ઘટક સાથે જોડાઈ કામગીરી કરવા સંકલ્પ કરેલ હતો અંતમાં તમામનો આભાર માની ટુનામેન્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Author : Gujaratenews