whatsappએ એક કમાલનું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરનો ઉપયોગ તમે હવે કોઈપણ મેસેજને એડિટ કરવા માટે કરી શકો છો એટલે કે કોઈપણ વ્યક્તિને મેસેજ સેન્ડ કર્યો હોય તેમાં સુધારા વધારા કરી શકો છો. ભૂતકાળમાં પણ whatsapp એ ઘણા સુધારા વધારા કર્યા છે. જેમકે મેસેજમાં તમે રિએક્ટ કરી શકો છો, એટલે કે મેસેજ ઉપર પ્રેસ કરવાથી તમે ફીડબેક આપી શકો છો.
મોકલાઈ ગયેલા મેસેજને whatsappમાં એડિટ કરવા માટેની સુવિધા આપવામાં આવી છે. થતી હવે તમે કોઈપણ મેસેજ નવેસરથી પણ મૂકી શકો છો.
સૌથી ઓછી સુવિધા સાથે શરૂ થયેલ whatsapp હાલ સૌના ફોનમાં ઇન્સ્ટોલ જ હશે. છેલ્લા ઘણા વર્ષોમાં whatsapp એ અલગ અલગ સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે જેમાં પેમેન્ટની સુવિધા પણ સામેલ કરવામાં આવી છે. એટલે કે તમે બીજાને નાણા મોકલવા અથવા મેળવવા માટે પણ whatsappનો ઉપયોગ કરી શકો છો.
whatsapp દર વખતે કંઈક નવું જ લઈને આવે છે. દરેક વખતેના ફીચર્સ લોકોની સુવિધા માટે ખરા ઉતર્યા છે. આગામી સમયમાં whatsapp વિશ્વભરમાં સૌથી મહત્વની એપ બની જશે. સોશિયલ મીડિયામાં ફેસબુક બાદ સૌથી વધુ વપરાતી એપ વોટ્સએપ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025