આગામી ૨ માર્ચથી શરૂ થતા વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારના ગૃહ વિભાગ, મહેસુલ વિભાગ અને શહેર વિકાસ વિભાગ દ્વારા ચાર જેટલા બિલ તૈયાર કરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા ઓનલાઈન રમવા જુગાર જેવી રમતો પર પ્રતિબંધ લાદવા પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ બીલ જ્યારે મોલ-સિનેમા તેમજ જાહેર સ્થળોની સલામતી માટે ગૃહ વિભાગ સીસીટીવી એકસસ કરી શકે તે અંતર્ગત સુધારો કરતું ડિસ્ટર્બ એરિયા બીલ અને શહેર વિજિલન્સ વિભાગ દ્વારા રખડતા ઢોર પર અંકુશમાં લેવા માટે રખડતા ઢોર નિયંત્રણ નામનું બિલ લાવવામાં આનાર છે.
રાજ્ય સરકારના સૂત્રો પાસેથી પણ મળેલી માહિતી મુજબ સિનેમા હોલ,મોલ તેમજ જાહેર સ્થળો પર સલામતી જાળવવા માટે લગાવેલ સીસીટીવી કેમેરા પોલીસ એક્સેસ નથી કરી શકતું તેથી ગુજરાતમાં ક્રાઈમનો રેટ ઘટાડવા અને ગુનેગારોને તાત્કાલિક પકડવા માટે પબ્લિક સેફ્ટી બીલ લાવવામાં આવશે. એ જ રીતે ઓનલાઈન પર રમાતા જુગારને નિયંત્રણવામાં લાવવા પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ બીલ ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે એને અંતિમ મંજુરી આપ્યા બાદ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે.
મહેસુલ વિભાગ વિધાનસભામાં અશાંત ધારામાં સુધારો કરવું ડિસ્ટર્બ એરિયા બીલ લાવવામાં આવનાર છે. રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા જગ જાહેર છે. રાજ્યના વિવિધ વિસ્તારોમા પશુઓ દ્વારા પ વાહનચાલકોને અડફેટે ચઢાવીને મોત નીપજવાના કે ઈજાગ્રસ્ત થયા હોય તેવા બનાવો અવારનવાર બનતા હોય છે. આવા સંજોગોમાં આમ પ્રજાની સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર પરના નિયંત્રણ લાદતું બિલ આગામી વિધાસભામાં લાવવામાં દ્વારા આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024