વેલંજાની મધુવન પબ્લિક સ્કૂલમાં ખેલ મહાકુંભ - 2022 અંતર્ગત રમતોત્સવ યોજાયો

21-Feb-2022

તસવીર: વેલંજાની લાભદે સોસાયટી પાસે આવેલી મધુવન પબ્લિક સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ - 2022 અંતર્ગત રમતોત્સવ યોજાયો હતો.
Surat: સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત "મધુવન પબ્લિક સ્કૂલ"- વેલંજા ખાતે‌ ખેલ મહાકુંભ - 2022" અંતર્ગત રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરીથી ધો.12ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં દરેક ધોરણમાં પ્રથમ આવનાર વિદ્યાથીઓ તેમજ વાલી અને શિક્ષકને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ રમતોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે  સુરતના ડે. મેયર દિનેશભાઇ જોધાણી ઉપસ્થિત રહ્યા હતા.

Author : Gujaratenews