સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: ફેનિલે ક્રાઇમ પેટ્રોલ જોઈને હત્યાની યોજના ઘડી, ફ્લિપકાર્ટ પરથી મંગાવ્યું ચપ્પુ

21-Feb-2022

સુરત: રાજ્યમાં ચકચાર મચાવનાર સુરતની (Surat Crime) દીકરી ગ્રીષ્મા વેકરિયાની (Grishma Vekaria murder) હત્યાથી તમામ ગુજરાતીઓને

ઠેસ પહોંચી છે. ત્યારે આ કેસમાં અનેક એવી વિગતો સામે આવી છે જેનાથી હત્યારા ફેનિલ ગોયાણીની (Fenil Goyani) માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સાંપડી છે. ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. એટલું જ નહીં, તેણે વેબસાઇટ ઉપર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય તેની પણ તપાસ કરી હતી. આ સાથે ફેનિલે ગળું કાપીને હત્યા કઇ રીતે કરવી તે પણ સોશિયલ મીડિયામાં જોયું હતુ. હત્યા કરવા માટે ક્રાઇમ પેટ્રોલની અલગ અલગ સિરિઝ પણ જોઇ નાંખી હતી.આજે સોમવારે 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવી શકે છે. જે માટે રવિવારે રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી, તપાસ અધિકારી સહિતના અધિકારીઓએ મિટિંગ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ફેનિલ હત્યા કેવી રીતે કરવી તે માટે ઘણાં દિવસોથી 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી રહ્યો હતો. જે માટે તેણે અલગ અલગ સ્ટાઇલ પણ શોધી હતી. પોલીસે આ મહત્વના પુરાવા એફએસએલની મદદથી શોધી કાઢ્યા છે.ફેનિલે જે દિવસે ગ્રિષ્માની હત્યા કરી તે પ્લાન તેના મગજમાં પહેલાથી જ હતો. સવારથી જ આ અંગેનું પ્લાનિંગ કરી રહ્યો હતો. હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની અનેક સિરિયલો પણ જોઈ હતી, જેમાંથી તે હત્યા સહિતની અનેક વસ્તુઓ શીખ્યો હતો. ગળું કાપીને હત્યા કરવા માટે તેણે ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. પરંતુ તે મોડેથી મળવાનો હોવાના કારણે તેણે ઓર્ડર રીજેક્ટ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યારબાદ તેણે ગ્રિષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ મેળવ્યો હતો. જે ચપ્પુ હાલ પોલીસે કબજે કરી લીધો છે.નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીના દિવસે આ ખૂની ખેલ ખેલાયો હતો તે દિવસે ફેનિલે કોલેજ પાસેથી ગ્રીષ્માનો પીછો કર્યો હતો. તેણે 6 જાન્યુઆરીના રોજ ચપ્પુ પણ ખરીદ્યું હતુ. ગ્રીષ્મા કોલેજથી ઘરે જવા નીકળી ત્યારે કોલેજ પાસેથી જ ફેનિલ તેનો પીછો કરીને હેરાન કરતો હતો. ફેનિલ પીછો કરતો હોવાથી ગ્રીષ્માએ માનેલા ફોઇ એટલે પપ્પાના મિત્રની પત્નીને બોલાવ્યા હતા. જે બાદ તેમને ફોન કરતા ફોઈ ગ્રીષ્માને લેવા અમરોલી ગયા હતા. તે ગ્રીષ્માને લઈને ઘરે પહોંચ્યા ત્યારે ફેનિલ પણ પાછળ પાછળ આવ્યો હતો. આ ગોઝારી ઘટનામાં ગ્રીષ્માને બચાવવા જતા ભાઇ અને મોટા પપ્પા પણ ઇજાગ્રસ્ત થયા હતા.

 (મૃતક યુવતીની ફાઇલ તસવીર)

Author : Gujaratenews