છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 5 ઈંચ વરસાદ મહેમદાવાદમાં

21-Jun-2021

પ્રતિકાત્મક તસવીર.

ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 33 જિલ્લામાં 170 તાલુકામાં વરસાદ નોંધાઇ ચુક્યો છે. સૌથી વધુ 5 ઈંચ મહેમદાબાદમાં ખાબક્યો છે.

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી (rain) માહોલ જોવા મળી રહ્યો છે.  ગુજરાતમાં મેઘરાજાની (rain) એન્ટ્રી થઇ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદી (rain) માહોલ જોવા મળી રહ્યો છે.  ગુજરાતમાં મેઘરાજાની (rain) એન્ટ્રી થઇ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતભરમાં શનિવારથી લઈને રવિવાર સુધીના  સમયગાળામાં  મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. .અમદાવાદ, રાજકોટ, ખેડા જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વરસાદ ખેડાના મહેમદાવાદમાં નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જીલ્લાના 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં પોણા 5 ઈંચ વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરમાં સાડા 4 ઇંચ, પાલનપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ખેડામાં સાડા 3 ઇંચ, કાલાવાડમાં સાડા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. માતરમાં 3 ઇંચ, વડગામમાં અઢી ઇંચ, ઉંઝામાં સવા 2 ઇંચ વરસાદ વરસ્યો છે.

ઘોઘંબામાં 2, ઉમરપાડામાં 2, વાપીમાં 2, કઠલાલમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદની ટકાવારી 9.50 ટકા નોંધાઈ છે. અત્યાર સુધીમાં 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 0થી 2 ઈંચ વરસાદ પડયો હોય તેવા 102 તાલુકા છે. 2થી 5 ઈંચ વરસાદ પડયો હોય તેવા 104 તાલુકા છે. 5થી 10 ઈંચ વરસાદ પડયો હોય તેવા 36 તાલુકા છે. 10થી 20 ઈંચ વરસાદ પડયો હોય તેવા 9 તાલુકા છે.

Author : Gujaratenews