સાવરકુંડલામાં મતદાન કરી પરત ફરતા કારને નડ્યો અકસ્માત, એક ઝાટકે પત્ની અને બે પુત્રોના મોત

20-Dec-2021

અમરેલીઃ રવિવારે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું (gram panchayat election) મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદાન કરવા માટે શહેરોમાં વસતા લોકો પણ પોત-પોતાના ગામેડામાં (villages) આવ્યા હતા. ત્યારે મતદાન કરીને પરત પણ ફર્યા હતા. જોકે, અમરેલી જિલ્લામાં (Amareli) એક કરુણ ઘટા બની હતી. અહીં એક પરિવાર મતદાન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કારને અકસ્માત (car accident) નડ્યો હતો. અને ગમખ્વાર અકસ્માતમાં પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રોના મોત (mother and two son died) નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ (hospital) મોકલી આપ્યો હતો. ઘટના બાદ લોકોના ટોળા એકઠાં થયા હતા.

દર્દનાક ઘટનાની અંગે વાત કરીએ તો રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા પરિવારને સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઇવે (savarkundala-Amareli state highway) ઉપર સીમરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત (Accindet) નડ્યો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકો 39 વર્ષના ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર, 33 વર્ષના કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર તેમજ 55 વર્ષીય ભાગુબહેન મનુભાઈ ગુર્જરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું.

ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જરને નાનામોટી ઇજાઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. સમગ્ર ઘટનામાં પતિની નજર સમક્ષ પત્ની અને 2 પુત્રનાં કરુણ મોત થયા છે, જેને પગલે પંથકમાં ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ દોડી આવી હતી. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં (Banaskantha)આજે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં (Accident)2 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ડીસાના (Deesa)બુરાલ પાસે હિટ એન્ડ રનની (Hit and run)ઘટનામાં યુવક જ્યારે ગોઢા પાસે ટ્રેકટર નીચે કચડાતાં બાઈક ચાલક સહિત બે યુવકોના મોત થયા હતા. ડીસા તાલુકાના બુરાલ ગામ પાસે પીરસિંગ સોલંકી અને તેમના મિત્ર દીપસિંગ સોલંકી ખેતરની વાડ પાસે બેઠા હતા, તે સમયે ભચારવા ગામ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી કારને જોઈ બંને ભાગવા જતા પીરસિંગને ટક્કર મારતા અકસ્માત (Accident news)સર્જાયો હતો.

Author : Gujaratenews