નિઃસ્વાર્થ ભાવથી કરેલી સેવામાં હંમેશા ઈશ્વરનાં દર્શન થાય છે. આવા જ એક મિશનને લક્ષ્યમાં રાખીને આગળ વધી રહેલા કેશુભાઈ ગોટી જેમના દ્વારા અભાવગ્રસ્ત વિસ્તારોમાં બાળકોને શિક્ષણ સાથેની સવલતો મળે એ ઉમદા હેતુથી સરસ્વતીધામ નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. આ ભવનોમાં 50% યોગદાન આપીને પણ કોઈ જગ્યાએ પોતાનું નામ નહીં લખવાનું અને જેઓ બાકીનાં 50% યોગદાન આપે છે એમના નામથી જ ભવનનું નિર્માણ અને લોકાર્પણ થાય છે. આજના યુગમાં આવી સ્વાર્થ રહિત સેવાકીય ભાવના કોઈપણ મનુષ્યનાં હૃદય જીતી લે એમ છે. માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી અભાવગ્રસ્ત વિસ્તારો જેવા કે ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, દાહોદ, વડોદરા, શામળાજી, જૂનાગઢ, દ્વારકા, ભાવનગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદયપુર, મહિસાગર, અરવલ્લી તેમજ અસામ, ઝારખંડ, છત્તીસગઢ, નાગાલેન્ડ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદી વિસ્તારોમાં શિક્ષણ ભવનનું નિર્માણ કાર્ય થઈ ગયેલ છે અથવા તો નિર્માણ કાર્યરત છે. અભાવગ્રસ્ત વિસ્તારોમાં 309 શિક્ષણભવન નિર્માણ સંકલ્પમાંથી 132 ભવનોનું લોકાર્પણ થઈ ચુકેલ છે. 211 જેટલા સહયોગી દાતા પણ મળી ચુક્યા છે. આ કાર્યમાં વિશ્વાસ મૂકી હૂંફ અને મનોબળ પૂરું પાડનાર ઉદાર દાતાશ્રીઓ કોઈપણ પોતાના અંગત સ્વાર્થ વિના સુરતથી દરેક સરસ્વતીધામનાં બાંધકામની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે એવા કર્મયોગી પરિવાર અને સમાજનાં ઉત્થાન માટે તન- મન- ધન અને વિચારોથી સમાજને માર્ગદર્શન અને સમાજનાં ઘડતરમાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે એવા માનવતાનાં આ મહાન કાર્યને બિરદાવવા જેઓ આ કાર્ય સાથે જોડાયેલા છે એમને સૌને પ્રોત્સાહન આપીને ઉત્સાહ વધારવા CA પ્રદીપભાઈ સિંધી જેઓ ઓલરેડી 4 ભવનનાં દાતા છે અને તેમના દ્વારા સરસ્વતીધામ નિર્માણનાં સહયોગી દાતાશ્રીઓ અને કર્મયોગી પરિવારને સન્માનવા ત્રીજી વખત આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અવધ ઉટોપિયા ખાતે થયું હતું. લોકડાયરા અને ભોજન સાથે યોજાયેલા કાર્યક્રમમાં ઔધોગિક અને સામાજીક સંસ્થાઓનાં પ્રતિનિધિ, શહેરના અગ્રણી ઉધોગપતિઓ, સમાજશ્રેષ્ઠીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેશુભાઈ ગોટી એ આ અભિયાન ની ભાવના અને ઉદ્દેશ્ય વિશે વાત કરી હતી. આ મિશન માનવતા માટેનું છે. અને એમણે જણાવ્યું હતું કે સામાજીક કાર્ય હંમેશા કોઈને વાગે એવું નહીં કરવાનું અને બીજાની લીટી ટૂંકી નહીં પરંતુ આપણી લીટી લાંબી કરવાની એવી ભાવના સાથે કાર્ય કરવું જોઈએ. કર્તા બનીને પણ અકર્તાપણું એમના શબ્દો અને વિચારોમાં સ્પષ્ટ જણાઈ આવતું હતું. આ કાર્યક્રમમાં માયાભાઈ આહીર, ગીતાબેન રબારી, ભાવિનભાઈ શાસ્ત્રી એ પોતાનું પરફોર્મન્સ આપીને લોકોનાં મન મોહી લીધા હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024