મોસ્કો : વિશ્વમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દુનિયામાં એવા અનેક દેશો છે, જ્યાં સરોગેસીનું ચલણ વધી રહ્યું છે. રશિયામાં એક શ્રીમંત પરિવારની મહિલાએ એક વર્ષમાં 20 બાળકને જન્મ આપ્યો છે. રશિયામાં રહેતી આ મહિલાનું નામ છે ક્રિસ્ટીના ઓજટર્ક. તે હવે 21 બાળકની માતા છે. આ બાળકોની સંભાળ રાખવા 16 કાયમી નેની રાખવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મહિલા પોતે જાતે જ આ બાળકોની સંભાળ રાખવામા વ્યસ્ત રહે છે. જોકે તે મહિલાનું કહેવું છે કે તે પોતાના પરિવારને હજી પણ મોટું કરવા ઈચ્છે છે.
23 વર્ષની ઉંમરમાં 21 બાળકની માતા બનેલી ક્રિસ્ટીના ઓજટર્કએ જણાવ્યું હતું કે, તે પોતાના કરોડપતિ પતિ શૈલીપને જ્યારે મળી, ત્યારે તેણે એક મોટા પરિવારનું સપનું જોયું હતું. જોકે તેના 57 વર્ષીય પતિ શૈલીપ પહેલેથી જ લગ્ન કરી ચૂકેલા હતા. શૈલીપ સાથે તેની મુલાકાત જોર્જિયાના પ્રવાસ દરમિયાન થઇ હતી. શૈલીપ જણાવે છે કે ક્રિસ્ટીના હસમુખી અને થોડી શરમાળ છે. મને તેનામાં રહેલા આ ગુણ ખૂબ જ પસંદ આવ્યા હતા.
ક્રિસ્ટીના જણાવે છે કે તે વધુ ઊંઘ લઈ શકતી નથી, પરંતુ તેમનું કહેવું છે કે તેના માટે કોઈ મુશ્કેલીઓ નથી, કારણ કે તેમણે એક મોટો પરિવાર રાખવા માટેનો નિર્ણય લીધો છે. ફોર્બસ મુજબ ક્રિસ્ટીનાના પતિ શૈલીપ પર્યટન, પરિવહન ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. તેઓ મૂળ રૂપે તુર્કીના છે, પણ 2013થી જોર્જિયામાં રહે છે 162 તુર્કીની કંપની મેટ્રો હોલ્ડિંગના સ્થાપક છે. જોર્જિયામાં તેમનું 500 મિલિયન ડોલરનું રોકાણ છે.
ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું કે 20 બાળકોની માતા બનવા માટે તેણે સરોગેસીનો આધાર લીધો હતો. એક ૧ વર્ષ પહેલાં તેની પાસે એક બાળક હતું, પરંતુ ત્યાર બાદ તે અન્ય 20 બાળકોની માતા બની. સરોગેટ્સ માટે તેણે લગભગ 1 કરોડ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યાર બાદ તેનો પરિવારનો ખૂબ જ ઝડપથી વિસ્તાર થયો.આ બાળકોની સંભાળ માટે દંપતીની પાસે 16 લીવ-ઇન નેનિયાં છે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025