નવી દિલ્હી: અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકોની સંખ્યા ખાસ્સી મોટી છે. તેમાં ખાસ કરીને ભારતીયો બહુ મોટી સંખ્યા છે.
અમેરિકામાં બાઈડેન સરકારે હવે ગ્રીન કાર્ડમાં મોટી રાહત આપી
અમેરિકામાં જો બાઈડેન સરકારે હવે ગ્રીન કાર્ડની એલિજિબિલિટીના ધોરણોમાં મોટી રાહત આપી છે. તેના કારણે હજારો ભારતીયોને ફાયદો થવાની શક્યતા છે. ખાસ કરીને ટેકનોલોજી સેક્ટરમાં કામ કરતા ભારતીયોને મોટો લાભ થઈ શકે છે. અમેરિકન સરકારે ગ્રીન કાર્ડના લાયકાતના ધોરણોમાં રાહત આપી છે. તેના કારણે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો અમેરિકામાં કામ કરી શકશે તથા રોકાણ કરી શકશે. ભારતીય ટેક્નોલોજી પ્રોફેશનલ્સ માટે આ બહુ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. ગ્રીન કાર્ડ હોલ્ડર એ અમેરિકાના કાયમી વસાહતી હોય છે અને તેમને કામયી ધોરણે અમેરિકામાં વસવાટ કરવાની અને કામ કરવાની મંજૂરી મળે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા શરૂઆતના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ માટે તથા તેના રિન્યુઅલ માટે ગાઈડન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. તેના કારણે ગ્રીન કાર્ડ અથવા પર્મેનન્ટ રેસિડન્સીની રાહ જોઈ રહેલા અને અનિવાર્ય સંજોગોનો ભોગ બનેલા હજારો લોકોને ફાયદો થઈ શકે છે.અમેરિકામાં ગ્રીન કાર્ડને પ ર્મેનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમેરિકા આવતા જે ઈમિગ્રન્ટ પાસે આ કાર્ડ હોય તેઓ કાયમી વસવાટનો અધિકાર ધરાવે છે. અમેરિકાના ઈમિગ્રેશન કાયદા અનુસાર દર વર્ષે લગભગ ૧.૪૦ લાખ લોકોને રોજગારી આધારિત ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જોકે, કોઈપણ એક દેશને ગ્રીન કાર્ડ આપવાની લિમિટ નક્કી થયેલી છે.તે મુજબ દર વર્ષે એક જ દેશના લોકોને વધુમાં વધુ ૭ ટકા ગ્રીનકાર્ડ મળી શકે છે. આ માટે કેટલાક લાયકાતના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.
લાયકાતના ધોરણો મુજબ અરજી કરનાર પાસે એપ્રૂવ્ડ ફોર્મ I- ૧૪૦ હોવું જોઈએ, વેલિડ નોન- ઈમિગ્રન્ટ સ્ટેટસ અને ઓથોરાઈઝ્ડ ગ્રેસ પિરિયડ હોવો જોઈએ. વ્યક્તિએ સ્ટેટસના એડજસ્ટમેન્ટની અરજી કરેલી હોવી ન જોઈએ.તથા બાયોમેટ્રિક્સ અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડની જરૂરિયાતનું પાલન કરેલું હોવું જોઈએ.આ ઉપ રાંત કોઈ વ્યક્તિ એમ્પ્લોયમેન્ટ આધારિત ઓથોરાઈઝેશન મેળવવા માટે અનિવાર્ય સંજોગોની લાયકાત ધરાવે છે કે નહીં તે માત્ર USCIS દ્વારા નક્કી કરવામાં આવશે. ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ દ્વારા છુટા કરાયેલા H1-B વર્કર્સને અધિકારો આપવા માટે ઘણા સમયથી માંગણી કરાયેલી છે. તેમણે આ નિર્ણયને આવકારતા કહ્યું કે આ પગલાંથી ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફાયદો થશે. છ મહિના કરતા વધુ સમયથી આ માટે અભિયાન ચલાવવામાં આવતું હતું અને હવે તેમાં સફળતા મળી છે. જે લોકોએ ઈમિગ્રન્ટ વિઝાની અરજી કરી હોય પરંતુ તે ઓવરસબસ્ક્રાઈબ્લ કેટેગરીમાં હોય અથવા ચાર્ટેબિલિટી એરિયામાં હોય.
25-Jun-2025