SURAT : કોઈપણ એક્ઝિબિશન હોય એમાં ભાગ લેનાર એક્ઝીબીટર્સને ઘણી વખત ખ્યાલ નથી હોતો કે શું કરવું શું ના કરવું. ત્યારે એમને માહિતી અને માર્ગદર્શન મળે એ હેતુથી વિસ્તૃતપૂર્વક મુદ્દાઓ સાથે શહેરમાં પ્રથમ વખત માહિતીસભર કાર્યક્રમ થયો હતો. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનાં સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા સરદારધામ દ્વારા GPBS 2018 અને 2020 ની ગાંધીનગર ખાતે સફળતા બાદ GPBS -2022નું 29-30 એપ્રિલ અને 1 મે ના રોજ સરસાણા ખાતે દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું એક્ઝીબીશન GPBS 2022 સુરતમાં થવા જઇ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણનો છે. જ્યાં સર્વ સમાજનાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈને પરસ્પર વેપાર-ઉદ્યોગ કરશે. એમને માહિતી અને માર્ગદર્શન મળી રહે એ હેતુથી એક્ઝીબીટર મીટનું આયોજન તા 18 એપ્રિલે સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે થયું હતું. જેમાં SRK જયંતિભાઈ નારોલા, કેશુભાઈ ગોટી સાથે અન્ય ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ થી સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા ઓનલાઈન જોડાયા હતા. આ કાર્યક્રમમાં એક્ઝીબીટરને સ્ટોલની તૈયારી બાબતે નાનીમાં નાની વાતોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઘણા બધા એક્ઝિબિશનો થાય છે, પરંતુ કદાચ પ્રથમ વખત આ એક્ઝિબિશનનો વધારેમાં વધારે ફાયદો લઈ શકે તે માટે એક્ઝીબીટરને ઉંડાણપૂર્વક સ્ટોલ પ્રિ-પ્રિપેરેશનની ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ ટ્રેનીંગનો થીમ “Buckle up your SEAT BELT” હતો. જેમાં મુખ્ય ત્રણ વિભાગમાં ટ્રેનીંગ આપવામાં આવી હતી.
1. પૂર્વ તૈયારી શું કરવી ?
2. ઇવેન્ટ દિવસે શું કરવું ?
૩. ઇવેન્ટ પૂર્ણ થયા બાદ શું કરવું ?
જેમાં નીચે મુજબનાં મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા.
- સ્ટોલની ગ્રાફિક્સ ડિઝાઇન સરળ, સુંદર, સ્પષ્ટ હોવી જોઈએ.
- જરૂરી બેનર સ્ટોલની સાઈઝ પ્રમાણે નવા બનવવા.
- ફોન્ટની સાઈઝ, કલર, સ્ટાઈલની બેઝિક સમજ.
- બ્રાન્ડીંગ થીમ અને કલર સીલેક્સન
- વધારેમાં વધારે વિઝીટર્સને કેવી રીતે બોલાવવા
- સોશીયલ મીડિયા પર પ્રચાર કેવી રીતે કરવો
- સ્ટોલ ડીઝાઈનમાં ક્રિએટીવીટી કેવી રીતે લાવવી.
- સાથે શું શું લઈ જવાનું તેનું ચેકલીસ્ટ આપવામાં આવ્યું.
- ટીમનું ડ્રેસિંગ નક્કી કરવું અને પ્રોડક્ટ માટેની સ્ક્રિપ્ટ તૈયારી કરવી.
- વિઝીટર એંગેજમેન્ટ માટે કેવી કેવી ગેમ સ્ટોલ પર રમાડી શકાય.
- એક્ઝિબિશન પૂર્ણ થાય ત્યારબાદ પણ મળેલી લીડનું ફોલો-અપ લેવું અને બીઝનેશમાં રૂપાંતર કરવું.
આવા 50 જેટલા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક માહિતી ચિરાગ જેતાણી, ધવલ શેટા અને અમીત મુલાણી દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન ટીમ સરદારધામ સુરત તરફથી કરવામાં આવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024