ભીખમાં CASH આપવાનું બંધ કરો અભિયાન : ગુજરાતમાં પહેલી વાર મુહિમ શરૂ

19-Apr-2022

તસવીર: દેશભરમાં ફેલાયેલા ભિખારીઓની તસવીર.

મુંબઈમાં ભિખારી પ્રવૃતિ અટકાવવા આજ કાલ સોશ્યલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. આ મેસેજ ટોપ સિટીઝને અનુરૂપ બનાવાયો છે. દેશમાં દિવસેને દિવસે ભિખારીઓની સંખ્યા વધતી જોવા મળી છે. ત્યારે એક પોસ્ટર વાયરલ થયું છે. આ મુહિમ જન જન સુધી પહોંચે તો દેશમાં ભિખારી પ્રવુતિ ડામી શકાશે. ભિખારી પ્રવુતિને ખતમ કરી મેહનતનો રોટલો કમાતા શીખશે ત્યારે સાચી ક્રાંતિ સર્જાશે. આ પ્રવુતિને  દેશભરમાં એક અભિયાનની રીતે જોવાય રહી છે. આ પોસ્ટર રિલીઝ કરી આપણે પણ અભિયાનમાં જોડાઈ શકીએ છીએ. આ મુહિમ ગુજરાતમાં પણ શરૂ થઈ છે.

પોસ્ટરમાં જણાવેલી વિગતો મુજબ,

ભિખારીને ભોજન + પાણી આપો. પરંતુ રોકડા રૂપિયા દેવા માટે એક પણ રૂપિયા નહી.

મુંબઈ, પુના અને પુરા મહારાષ્ટ્રમાં એક અલગ આંદોલન શરૂ થયું, તે કોઈપણ પ્રકારનો ભીખારી હોય.

કોઈપણ પ્રકારનો વ્યક્તિ (સ્ત્રી, પુરૂષ, વૃદ્ધ, વિકલાંગ, બાળક ભીખ માગે છે ત્યારે આપણે રોકડા રૂપિયાને બદલે (ખોરાક અથવા પાણી) આપવું, પરંતુ આજથી  રૂપિયાની ભીખ નહી

• પરિણામ, આંતરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, રાજયભરના ભીખારીઓ સમુહ ટૂટી જાશે, અને બાળકોના અપહરણ પણ આપોઆપ બંધ થઈ જાશે.

• આ પ્રકારના સમૂહ દુનિયામાં ખાલી થઇ જાશે.

આ શરૂઆત કરીએ પોસ્ટને આગળ વધારીએ. આપણે એકપણ રૂપિયા ભિખારીને નહિ આપીએ.

ગાડી અથવા સ્કૂટરની ડેકીમાં ૨ બિસ્કીટના પેકેટ રાખીએ પણ રૂપિયા આપવા નહિ. 

• જો આપ આ અભિયાનથી સહમત છો, તો આ વિચારને આગળ ૩ ગ્રુપમાં મોકલો. 

• કારણકે કોઈ માતા-પિતાના કાળજાના ટુકડાને અપહરણો રોકવામાં આપની પોસ્ટ બહુ મોટુ યોગદાન કરી શકે છે.

Author : Gujaratenews