યુવતીઓ-મહિલાઓ અહીં પોતાના આંતરવસ્ત્રો ઉતારી દોરી પર લટકાવીને જતી રહે છે, જાણો શું છે કારણ

19-Feb-2022

તમે પણ કદાચ આવી કોઈ તસવીર ઈન્ટરનેટ પર જોઈ હશે. જેના પર અનેક બ્રા લટકેલી જોવા મળે છે. આખરે આ મામલો શું છે તે ખાસ જાણો.દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં જતા જ મહિલાઓ પોતાની બ્રા ઉતારીને એક તાર પર લટકાવી દે છે. આ તાર પર હજારો બ્રા એક સાથે લટકેલી જોવા મળે છે. એવું કહેવાય છે કે મહિલાઓ આઝાદીના પ્રતિક તરીકે આમ કરે છે. આ ઉપરાંત તેઓ બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતતા ફેલાવવા માટે પણ આમ કરે છે. અહીં બ્રેસ્ટ કેન્સર અંગે ડોનેશન પણ લેવાય છે. આ ડોનેશનને બ્રેસ્ટ કેન્સર વેલફેર માટે ઉપયોગમાં લેવાય છે.

આ જગ્યાના માલિક પણ બ્રેસ્ટ કેન્સરની જાગૃતતા માટે કામ કરે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે જે મહિલાઓ પોતાની બ્રા અહીં લટકાવે છે તેમને મનપસંદ લાઈફ પાર્ટનર પણ મળે છે. આ કારણસર પણ અનેક મહિલાઓ અહીં બ્રા લટકાવે છે.

ન્યૂઝીલેન્ડમાં છે આવી છે એક જગ્યા

આ જગ્યા ન્યૂઝીલેન્ડના કારડોનામાં છે. તે મહિલાઓના ઈનરવેરના કારણે આખી દુનિયામાં જાણીતી છે. દેશના મુખ્ય ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક છે. જો કોઈ અહીંથી પસાર થાય તો અહીં જરૂર આવે છે. અહીં આવનારી મહિલાઓ પોતાના બ્રા કાઢીને લટકાવીને જતી રહે છે. અત્રે જણાવવાનું કે આ અંગે અનેક કહાનીઓ પ્રચલિત છે. 

ક્યારથી થઈ શરૂઆત?

ન્યૂઝીલેન્ડની એક વેબસાઈટના જણાવ્યાં મુજબ ક્રિસમસ 1998થી ન્યૂ યર 1999 વચ્ચે અહીં ચાર બ્રા જોવા મળી હતી. ત્યારબાદ આ જગ્યા ચર્ચામાં આવી. પછી ફેબ્રુઆરી 2019માં અહીં બ્રાની સંખ્યા સતત વધતી ગઈ. મહિનાની અંદર તો 60થી વધુ બ્રા અહીં લટકાવવામાં આવી હતી. ત્યારબાદ તો હજારોની સંખ્યામાં અહીં બ્રા લટકતી જોવા મળી. 

Author : Gujaratenews