સુરત: માત્ર 16 વર્ષનો કિશોર સૌથી નાની ઉંમરનો ડોક્ટર બન્યો

18-Dec-2021

સુરત:સુરતના 16 વર્ષીય કિશોરને હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દુનિયાનો સૌથી નાની ઉંમરે ડોક્ટરનો ખિતાબ આપવામાં આવ્યો છે. કિશોર સામક અગ્રવાલે ઘણી પેઇન્ટિંગ બનાવી છે તેમજ ઘણા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પેઇન્ટિંગ સ્કેચના ટ્યુશન કરાવ્યા હતા.

ભટાર વિસ્તારના રહેવાસી 16 વર્ષીય સામક અગ્રવાલે થોડા દિવસો પહેલા લંડનમાં આયોજિત ઓનલાઈન 2021 પેઇન્ટિંગ સ્કેચમાં ભાગ લીધો હતો. જેમાં તેણે માત્ર 20 મિનિટમાં જ વડાપ્રધાનનો સ્કેચ બનાવ્યો હતો. જેમાં સૌથી ઝડપી પેઇન્ટિંગ સ્કેચ બનવાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેથી તેનું નામ લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું. ત્યારબાદ થોડા દિવસ પહેલા જ ત્યાંની હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા દુનિયાની સૌથી નાની ઉંમર એટલે કે 16 વર્ષની ઉંમરે જ તેને ડોક્ટરની પદવી આપવામાં આવી છે.

સામક અગ્રવાલે કહ્યું કે, મેં પેન્ટિંગ સ્કેચમાં ઘણા બધા રેકોર્ડસ બનાવ્યા છે. કેટલાક ગરીબ છોકરાઓને પેઇન્ટિંગ સ્કેચ માટે ક્લાસ કરાવ્યા હતા. જેને લઈને મને દિલ્હીની એક યુનિવર્સિટી દ્વારા માનવની એક પદવી આપવામાં આવી હતી. આ બધું જોતા મને હેવર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ એ મારાં નામે એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. જેના કારણે હું વિશ્વનો એક એવો છોકરો છું જેને નાની ઉંમરે ડોક્ટરની પદવી આપવામાં આવી છે. હવે હું આગળ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું અને હું અહીંથી US જઈ ત્યાંની ટેકનોલોજી વિશે અભ્યાસ મેળવી પરત આવીને દેશ માટે ઘણું બધું કરીશ.

Author : Gujaratenews