આર્મી એટલે યોદ્ધાઓ અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજીક અને સેવાકીય કાર્ય માટે સંકલ્પીત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિઃસ્વાર્થ બટાલિયન સેના. સોશિયલ આર્મી ગ્રુપ 7 પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા, અન્નસાથી, ગૌસેવા, શિક્ષા, લાઈવ બ્લડબેન્ક, દવાબેન્ક, મહિલા શક્તિ પ્રોજેકટનો સમાવેશ થાય છે, રાષ્ટ્રહિત લોકજાગૃતિ રક્તદાન જરૂરિયાતમંદોને સહાય જેવા નિઃસ્વાર્થ સેવા સતકાર્યનો સમન્વય આ સંસ્થા દ્વારા જ્યારે થઈ રહ્યો હોય ત્યારે સંસ્થા દ્વારા પ્રોજેકટ શિક્ષા અંતર્ગત જ્ઞાનસાથી પુસ્તકાલય નો શુભારંભ થયો હતો. SMC કોમ્પ્લેક્ષ, ઈન્ફિનિટી ટાવરની બાજુમાં, સુરત રેલવે સ્ટેશન નજીક આ પુસ્તકાલયનાં શુભારંભ પ્રસંગે શહેરનાં લેખન અને વાંચન ક્ષેત્રમાં રુચિ ધરાવતા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે ટીમ સોશિયલ આર્મી ઉપસ્થિત રહી હતી. સંસ્થાનાં પ્રમુખ વિશાલભાઈ બેલડીયાએ જણાવ્યું હતું કે પુસ્તક એ માણસનું મસ્તક છે, માણસ જ્યારે શારીરિક રીતે બિમાર થાય ત્યારે દવાખાને જાય છે એજ રીતે જ્યારે માનસિક રીતે બિમાર થાય ત્યારે પુસ્તકાલયમાં જવું જોઈએ, અત્યારે તણાવવાળી જીંદગીમાં માનસિક રોગો ઘર કરી ગયા છે એનો ઈલાજ કરવા માટે સચોટ ઉપાય છે સારા પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું, આ ઉમદા હેતુસર અમે પુસ્તકાલયનો શુભારંભ કર્યો છે જ્યાં શહેરીજન વિનામુલ્યે વાંચન કરી શકે છે સાથે કોઈપણ સભ્ય પોતાની પાસે વંચાય ગયેલા પુસ્તકોનું દાન અહીં કરી શકે છે જેનો લાભ અન્ય સભ્યોને વાંચન દ્વારા ઉપયોગી થશે, આ પુસ્તકાલયનો લાભ શહેરીજનોને લેવા વિનંતી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024