તસવીર: સુરતના બરોડા પ્રિસ્ટેજમા ખરીદી કરતા લોકો.
બજારમાં દિવાળીની ખરીદી જોવા મળી રહી છે ત્યારે દિવાળી બાદના લગ્નસરા માટેની પણ ધૂમ ખરીદી શરૂ થઇ જતા અમદાવાદ-સુરતના સોના ચાંદી બજાર, રેડીમેડ ગાર્મેન્ટ અને પગરખાં બજારમાં તેજી જોવા મળી રહી છે. લગભગ દોઢેક વર્ષ બાદ વેપારીઓને વાત કરવાનો પણ સમય ન હોય તેવી પરિસ્થિતિથી વેપારીઓ ખુશખુશાલ છે. બજારમાં દુલ્હા અને દુલ્હન કલેક્શનની નવી વેરાયટી આવી ગઈ છે. પગરખાં બજારમાં પણ જાતજાતની વેરાઈટી જોવા મળી રહી ૯ છે. ગત વર્ષે લગ્નસરામાં ગણતરીના માણસોની હાજરીની મંજૂરી આપવામાં હોવાથી ઘણા લગ્ન રદ થયા હતા તેઓ ચાલુ વર્ષે ધામધૂમથી લગ્નની તૈયારીમાં લાગી ગયા છે.
સોના-ચાંદી બજારમાં ધીરે-ધીરે ઘરાકી વધવા લાગી છે. દિવાળી બાદ કારતક, માગશર અને પોષ મહિનામાં લગ્નના ઘણા મુહૂર્ત હોવાથી આ દિવસોમાં મોટા પ્રમાણમાં લગ્ન સમારંભમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. લગ્ન માટે સોના ચાંદીના દાગીનાની ખરીદી શરૂ થઈ ગઈ છે. જ્વેલર્સ એસોસિયેશનના જણાવ્યા મુજબ ગત વર્ષે મોટા ભાગના લગ્ન સમારંભ સાદાઈથી કરવામાં આવ્યા હતા જેને કારણે લોકો ખરીદી કરી શક્યા નહોતા. ચાલુ વર્ષે કોરોનાનું જોર ઘટતા લોકો લગ્નસમારંભ ધામધૂમથી યોજવા માટેના આયોજન કરી રહ્યા છે જેને કારણે સોના ચાંદી બજારમાં અપેક્ષા મુજબની ઘરાકી જોવા મળી રહી છે. દિવાળી અને લગ્નસરાની ખરીદી શરૂ થઇ જતા વેપારીઓ આનંદમાં છે. દિવાળીના નવા કપડા માટેની ખરીદી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. હવે લગ્નસરાની ખરીદી પણ શરૂ થતા સારી એવી ધરાકી જોવા મળી રહી છે. શહેરભરમાં રેડીમેડ કપડાના બજારમાં તેજી છે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે ઘણા લગ્નો સાદાઈથી થયા જ્યારે ઘણા લગ્ન સમારંભ રદ કરવામાં આવ્યા હતા. જેમણે ધામધૂમથી લગ્ન સમારંભ નહીં થઈ શકવાને કારણે લગ્ન સમારંભ રદ કર્યા હતા તેઓ ચાલુ વર્ષે ધામધૂમથી લગ્નની તૈયારીમાં લાગી ગયા છે. કારણે મોટા પ્રમાણમાં ખરીદી કરવા લાગ્યા છે. દિવાળી બાદ ત્રણ મહિના માં લગ્નના મુહૂર્ત પણ સારા પ્રમાણમાં હોવાથી મોટા પ્રમાણમાં લગ્ન સમારંભ યોજાશે જેની અસર પણ બજારમાં જોવા મળી રહી છે.
લગ્ન સમારંભ માટે ડિઝાઇન અને ટ્રેડિશનલ પગરખા માટેની પણ સારી એવી માંગ છે. જેને કારણે પગરખા બજાર માં પણ તેજી જોવા મળી રહી છે. દુલ્હન દુલ્હન કલેક્શનમાં કપડાંની મેચિંગમાં પગરખા બનાવવાના પણ ક્રેઝ હોવાથી તેના માટેની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024