દુબઈ : મધ્યપૂર્વ એશિયાની સૌથી મોટી પુસ્તક આકારની લાઈબ્રેરી, 11 લાખ પુસ્તકોનો સંગ્રહ

18-Jun-2022

દુબઈ : દુબઈમાં મધ્યપૂર્વ એશિયાની સૌથી મોટી રાશિદ લાઈબ્રેરી ગુરુવારે જાહેર જનતા માટે ખુલ્લી મુકાઈ હતી. આ લાઈબ્રેરીમાં 11 લાખ પુસ્તકોનો ભંડાર છે. સાથે જ અહીં 60 લાખ નિબંધ, 73 હજાર મ્યુઝિક નોટ્સ, 75 હજાર વીડિયો, 5 હજાર પાંડુલિપિઓ અને ન્યૂઝપેપર્સની 35 હજાર કોપીઓ રખાઈ છે. સાથે જ 325 વર્ષ જૂનાં પુસ્તકો પણ અહીં રખાયાં છે. લાઇબ્રેરીમાં ડિજિટલ બુક્સનું પણ કલેક્શન છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પણ લાઈબ્રેરીમાં સામેલ કરાયું છે. રોબોટિક Q ગાઈડની મદદથી વિઝિટર્સ તેમની પસંદગીનું પુસ્તક લઈ શકે છે. એઆઈ કિયોસ્ક પણ લગાવાયાં છે. સૌથી ખાસ વાત એ છે કે બુક શેલ્ફ ઓટોમેટિક બનાવાયાં છે. વિઝિટર બટનના માધ્યમથી શેલ્ફમાં ઉપર રખાયેલાં પુસ્તકને નીચેવાળા શેલ્ફમાં લાવી શકે છે. 54 હજાર ચો.ફૂટમાં બનેલી લાઈબ્રેરીમાં 7 માળ છે. પહેલા માળે બાળકોનાં પુસ્તક છે. 2100 કરોડ રૂ.ના ખર્ચે રાશિદ લાઈબ્રેરીનું નિર્માણ કરાયું છે.

 

Author : Gujaratenews