સુરતનો આંખે દેખ્યો અહેવાલ... તો સુરતમાં પણ અમદાવાદ જેવા બ્લાસ્ટ થયા હોત, અને મોટી ખુવારી સર્જાઇ હોત

18-Feb-2022

સુરતના પુણા ગામમાંથી મળેલા બોમ્બ અને વિસ્ફોટકો ભરેલી બ્લેક કાર તથા સુરતના જુદા જુદા વિસ્તારની તસ્વીર.

એ કાળો દિવસ આજે પણ યાદ છે, મને ઈનામ ન મળ્યું એનો કોઈ ગમ નથી પણ સેંકડો લોકો નો જીવ બચાવ્યો તેનો સંતોષ છે: પ્રવીણ ભાલાળા

"એ સમયે ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ન્યુઝ આવતા હતા કે અમદાવાદ ખાતે સિરિયલ બ્લાસ્ટ થયા અને છેલ્લો બ્લાસ્ટ સિવિલ હોસ્પિટલમાં ખાતે થયો છે એ બ્લાસ્ટમાં વેગેનાર કાર નો ઉપયોગ થયો હતો તે કાર નંબર જીજે ૬ સીડી ૯૭૭૮ હતો આવી કેટલીક કાર મહારાષ્ટ્ર તરફથી ચોરી થઇ ને ગુજરાતમાં લાવવામાં આવી છે જે કારનો અન્ય બ્લાસ્ટમાં પણ ઉપયોગ થઇ શકે છે વડોદરા આરટીઓમાં જીજે ૬ સીડી સીરીઝ હાલ આવી જ નથી જેથી આવા નંબરની કોઈ ગાડી બિનવારસી જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરો એ વખતે મારી પાસે પણ વેગેનાર જીજે ૫ સીડી સિરીઝની ગાડી હતી આ ન્યૂઝ મારા મગજમાં બરોબર ફીટ થઈ ગયા હતા અને હું મારા ઘરની નીચે સવારે ૯ :૦૦ ગાડીમાં બેઠો બેઠો ફોનમાં વાત કરતો હતો તે વખતે એક દુકાનદારે મને જણાવેલ કે તમારી ગાડી થોડીક આગળ રાખો તો મારી દુકાનનો રસ્તો ખુલ્લો રહે અહીં અન્ય કોઈ ગાડી પણ બે દિવસથી પાર્ક કરીને જતો રહ્યો છે એ વખતે મેં ગાડી અને ગાડી નો નંબર જીજે ૦૬ સીડી ૩૫૬૯ જોતા મારા મનમાં અમદાવાદનો ભયાનક બ્લાસ્ટ સામે આવ્યો હતો અને તાત્કાલિક એ વખતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ મહેન્દ્ર ચાવડા સાહેબ ને સમગ્ર વાતની જાણકારી આપી હતી 

એ સચોટ માહિતીના કારણે પોલીસે પ્રથમ ડોગ સ્કોડ અને બાદ મા બોમ્બ સ્કોડને માહિતી અપી હતી એ માહિતીના કારણે સેંકડો લોકોનો જીવ બચી ગયો હતો અને ત્યારબાદ શહેરમાંથી અસંખ્ય બોમ્બ મળી આવ્યા હતા

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થતાં રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર થયેલું હતું હાઇ એલર્ટ ના કારણે સુરત શહેરમાં પણ કડક બંદોબસ્ત હતો અને પુણાગામ સીતાનગર ચોક ખાતે ASI કટારા સાહેબ હાજર હતા તે વખતે સવારે આઠ વાગ્યે દુકાનદારે કટારા સાહેબને જણાવેલ કે મારી દુકાન આગળ કોઈની ગાડી પડેલ છે ટ્રાફિક પોલીસ ને કહો ગાડી અહીંથી લઈ લે મને વેપાર કરવામાં નડતરરૂપ છે ત્યારે આ વાત કોઈએ ગંભીરતાથી લીધેલ નહીં પણ મારી સચોટ માહિતીના કારણે ભયાનક ઘટના બનતી અટકી હતી મને ઈનામ ન મળ્યું એનો કોઈ ગમ નથી પણ સેંકડો લોકો નો જીવ બચાવ્યો તેનો સંતોષ છે.

Author : Gujaratenews