અમદાવાદ બ્લાસ્ટ કેસ: દેશના ઇતિહાસમાં પ્રથમ વખત 38 દોષિતોને ફાંસી, 14 વર્ષે ન્યાય: 11ને આજીવન કેદ

18-Feb-2022

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ (Ahmedabad serial blast case)માં આજે દોષિતોને સજાની જાહેરાત કરવામાંં આવી છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ (special court) સ્પેશિયલ કોર્ટે 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. દરેક દોષિતોને 10-10 હજાર રુપિયાનો દંડ ફટકારાયો છે.2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ માં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

દોષિતો પર શું આરોપ છે?

બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓની વાત કરીએ તો. ઇકબાલ શેખ પર ઠક્કરનગરમાં સાયકલ બ્લાસ્ટ અને AMTSમાં બ્લાસ્ટ કરવાનો આરોપ છે. તો ઇસ્માઇલ ઉર્ફે રાજિક પર એલ.જી.હોસ્પિટલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. જ્યારે અફઝલ ઉસ્માની નામના આરોપી પર સિવિલમાં વિસ્ફોટકો ભરેલી કાર મુકીને બ્લાસ્ટ કરવાનો આરોપ છે. તો અન્ય આરોપી મુફ્તી અબુબસર શેખ પર બ્લાસ્ટનું કાવતરૂ ઘડીને મદદગારીનો આરોપ છે. જ્યારે અન્ય મુખ્ય આરોપી છે ઉજ્જૈનના મહાકાલનો સફદર હુસૈન નાગોરી. નાગોરી પર બ્લાસ્ટ માટે ફંડ એકત્ર કરવાનો આરોપ છે.

Author : Gujaratenews