ગુજરાતમાં વાહનો હવે નવી ટ્રીકથી દોડશે: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન EV ટેકનોલોજીથી સજ્જ બન્યું, આજથી નવી સુવિધાનો પ્રારંભ
18-Feb-2022
રેલવે સ્ટેશનને પ્રદૂષણમુક્ત કરવાની દીશામાં મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન સેવા તથા તેના ચાર્જિંગની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન ઇલેક્ટ્રિક વાહન લઇને આવતા પ્રવાસીઓ માટે આજથી મહત્વની સેવાનો પ્રારંભ થયો છે. આ સેવા માટે રેલવે વિભાગ અને ખાનગી કંપની દ્વારા કરાર પણ કરવામાં આવ્યા છે.
અન્ય વાહનોના ચાર્જ
જો વાહનચાલકો ઇલેક્ટ્રિક વાહન લઈને રેલવે સ્ટેશન પર આવે તો તેમના ચાર્જિંગની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. જે માટે પ્રતિ યુનિટ 16 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. એકથી દોઢ કલાકમાં વાહન સંપૂર્ણ ચાર્જ થઈ શકશે. ઇલેક્ટ્રિક સિવાયના વાહનોમાં પ્રતિ કિલોમીટર રૂપિયા 18 થી લઈને 22 સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જેથી શહેરના લાંબા અંતરના વિસ્તારમાં પહોંચવા માટે આ સેવા મહત્વપૂર્ણ બની રહેશે.
ઇલેક્ટ્રિક વાહન માટે આટલો હશે ચાર્જ
ઇલેક્ટ્રિક વાહન પ્રતિ કિલોમીટર રૂ.12 થી રૂ.16 ના ભાડા દરે મળી રહેશે. તેમજ રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેના વિસ્તારમાં ઈલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન પણ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં એક સાથે 4 જેટલા વાહનનું ચાર્જિંગ થઈ શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પશ્ચિમ રેલવે વિભાગના ડીવીઝનલ મેનેજરે આ સેવાની શરૂઆત કરાવી હતી. કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓ માટે હવે ઈલેક્ટ્રિક વાહનની સુવિધા મળી રહેશે. ઈલેક્ટ્રીક વાહનની સુવિધા મળવાથી પ્રવાસીઓને અન્ય વાહનોની સરખામણીએ ઓછા ખર્ચે આ સેવાનો લાભ લઈ શકશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024