કોરોના વિસ્ફોટ, દિલ્હીમાં 11684, મુંબઈમાં 6149, ગુજરાતમાં 17119 કેસ, જાણો કયા રાજ્યમાં કેટલા નોંધાયા કોવિડ 19ના કેસ ?

18-Jan-2022

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર ફરી વળી છે. મંગળવારે દિલ્લીમાં (Delhi) કોરોનાના (Corona) નવા 11684 કેસ સામે આવ્યા છે. તો ગુજરાતમાં ( Gujarat ) 17119 કેસ નોંધાયા છે. મુંબઈ (Mumbai) શહેરમાં કોરોનાના નવા 6149 કેસ નોંધાયા છે તો, કેરળમાં કોરોનાના 28481 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં ફરી વળેલ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો ખાસ કરીને જ્યા કોરોનાના કેસ ચિંતાજનક સ્થિતિએ વધી રહ્યાં છે તેવા રાજ્યોને કેટલાક નિર્દેશો કર્યા છે.

કેન્દ્રએ રાજ્યોને કહ્યું છે કે કોરોનાના પરીક્ષણ માટે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા અંગેનો વાસ્તવિક સમયનો ડેટા કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ હોવો જોઈએ. એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ બુકિંગની સમગ્ર પ્રક્રિયા લોકોને સમજાવવી જોઈએ. આ સિવાય કંટ્રોલ રૂમને આખા વિસ્તારમાં ખાલી બેડ વિશે અપડેટ રાખો. કંટ્રોલ રૂમ એ કોરોના પીડિતોના સંપર્કમાં હોવા જોઈએ જેઓ હોમ આઈસોલેશનમાં છે. કંટ્રોલ રૂમના સભ્યો દર્દીઓને ફોન કરીને તેમના વિશે માહિતી લેતા હતા.

Author : Gujaratenews