AC કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું
મેયરે દાઝેલા મુસાફરોની સ્મીમેર હોસ્પિટલમાં મુલાકાત લીધી
દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં
સુરત: વરાછામાં હીરાબાગ સર્કલ વિસ્તારમાં રાજધાની ટ્રાવેલ્સની અંદર એકાએક આગ લાગી છે. આ ઘટનામાં એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ છે. કુલ બેના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગતાં સમગ્ર વિસ્તારની અંદર અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પરંતુ એકાએક આગ ભભૂકી ઉઠેલી આગના કારણે આસપાસના લોકોએ મુસાફરોને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે બસની અંદરના મુસાફરોએ પણ બુમરાણ મચાવી હતી. બસમાં સવાર લોકોએ પોતાના જીવ બચાવવા માટે બૂમો પાડી હતી. આ ઘટનાની જાણ થતા જ ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ઘટનામાં મળતી માહિતી પ્રમાણે એક બાળકીનું મોત થયું છે. તેમ જ અન્ય મુસાફરો ગંભીર રીતે દાઝી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. લોકોના જીવ બચાવવા માટે ઘટનાસ્થળે હાજર લોકોએ પણ સ્વયંભૂ રીતે પ્રયાસો શરૂ કરી દીધા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેરના મેયર ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ટ્રાવેલ્સમાં લાગેલી આગને કારણે ફાયરથી દાઝેલા મુસાફરોને સારવાર માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
20-Aug-2024