ગુજરાતના પૂર્વ IPS અધિકારી હરિકૃષ્ણ પટેલ ટૂંક સમયમાં આ પાર્ટીમાં જોડાશે

17-Nov-2021

Representative image.

વિધાનસભામાં ટિકિટ મળવાની સંભાવના, જૂન મહિનામાં પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જમાંથી નિવૃત્ત હતા

ગાંધીનગર |  ગુજરાતના પોલીસ વિભાગના નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓને નિવૃત્ત આઇએએસ ઓફિસરોની જેમ રાજકીય પાર્ટી અને ચૂંટણીમાં ઝંપલાવવામાં રસ લાગ્યો છે. ગુજરાત પોલીસના વધુ એક પૂર્વ આઇપીએસ અધિકારી હરિકૃષ્ણ પટેલ સમયમાં ભાજપમાં જોડાઇ રહ્યાં છે, જેમને વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ પાર્ટી ટિકીટ આપે તેવી સંભાવના છે. 

ગુજરાત કેડરના ૧૯૯૯ની બેચના આ આઇપીએસ અધિકારી પોલીસ મહાનિરીક્ષક, વડોદરા રેન્જમાંથી આ વર્ષે જૂન મહિનામાં વયનિવૃત્ત થયાં છે. અમરેલી જિલ્લાના વતની એવા હરિકૃષ્ણ પટેલનું તાજેતરમાં પાર્ટીના એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ખુદ પણ ભાજપમાં જોડાવાનો સંકેત આપ્યો છે.

Author : Gujaratenews