વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી રૂપે સુરતમાં મેગા નેત્ર ચેકઅપ કેમ્પ,ચશ્મા વિતરણ તેમજ ડાયાબીટીશ અને બીપી ચેકઅપ કેમ્પનું આયોજન

17-Sep-2021

SURAT: ઇંડિયન રેડક્રોસ સોસાયટી, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, CAMBA સક્ષમ સુરતના સંયુક્ત સહયોગથી આજ રોજ તારીખ ૧૭/૦૯/૨૦૨૧ એટ્લે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૧માં જન્મદિવસ નિમિતે સુરત શહેરના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા અને ડો.પ્રફુલભાઈ શિરોયાના અધ્યક્ષ સ્થાને રામજી મંદિર, નાના વરાછા ખાતે નેત્ર ચેકઅપ કેમ્પ અને ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરેલ આ કાર્યક્ર્મમાં મંદિરના મહંત અખિલેશ દાસ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું.આ કાર્યક્ર્મમાં ૭૧ વ્યકિતએ ચક્ષુનીદાન કરાવ્યુ હતું તેમજ ઈન્ડિયા રીનર ફાઉન્ડેશન સુરત દ્વરા ફ્રીમાં ડાયાબીટીશ અને બીપી ચેકઅપ કેમ્પ પણ સાથે કરવામાં આવ્યો. જેમાં ૭૧ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ જુદા જુદા વિસ્તારમાં ૭૧ જેટલા ચક્ષુનિદાન કેમ્પ, ૭૧૦૦ ચશ્મા વિતરણ, ૭૧ ફ્રી મોતિયાનું ઓપરેશન, ૭૧૦૦ ડાયાબીટીશ અને બીપી ચેકઅપ કરવામાં આવશે તેવો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં બીજેપી શહેદ સંગઠનના મંત્રી દેવિકાબેન જડવાણી, ભાવનાબેન પટેલ (ભારતીય જનતા પાર્ટી શહેદના ઉપપ્રમુખ) લાયન્સ કલબના માનસા બચવાટ, લાયન આર.સી. નરેન્દ્ર જરીવાલા, લાયન્સ ઝેડ.સી. ઉપેશ ગાંધી ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Author : Gujaratenews