100 રૂપિયાના પેટ્રોલને બદલે સ્કૂટર, બાઇક ફક્ત 65 રૂપિયાના ઈથેનોલથી ચાલશે, કાયદો બનશે : નીતિન ગડકરી
17-Sep-2021
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિરીક્ષણ પછી ગડકરીની ઘોષણા
માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે હું જલ્દી જ કાયદો બનાવી રહ્યો છું. તેના પછી સ્કૂટર, બાઈક, ઓટો રિક્ષા વગેરે પેટ્રોલથી નહીં ચાલે. તે 110 રૂપિયાના પેટ્રોલની જગ્યાએ 65 રૂપિયા પ્રતિલીટરના 100 ટકા ઈથેનોલથી ચાલશે. તેનાથી પૈસા બચશે અને પ્રદૂષણ પણ ઘટશે.તેમણે કહ્યું કે હું સંપૂર્ણપણે દેશમાંથી પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ બંધ કરવા પ્રયાસ કરી રહ્યો છું.
દેશનો ખેડૂત પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ આપશે. ઈથેનોલના ઉપયોગ માટે હું 2009થી પ્રયાસ કરી રહ્યો છું. આજે દેશમાં ઈથેનોલનું ઉત્પાદન વધી ગયું છે. ગડકરીએ રાજસ્થાનના દૌસામાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ જાહેરાત કરી હતી. તે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કરવા બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા.
22 ગ્રીન હાઈવે બની રહ્યા છે, તેના પર પશુ નહીં આવે
ઈલેક્ટ્રિક હાઈવે બનાવવાની તૈયારી. સૌથી પહેલા દિલ્હીથી જયપુર રોડ પર. જે રીતે વીજળીથી ટ્રેન ચાલે તે રીતે બસ અને ટ્રક પણ ચાલશે. દેશમાં હાલમાં 5 લાખ રોડ અકસ્માત સર્જાય છે. તેમાં દોઢ લાખ લોકો મૃત્યુ પામી જાય છે. આ સ્થિતિને સુધારવા હાઈવે પર દુર્ઘટના સંભવિત સ્થળોને સુધારાઈ રહ્યા છે. 2030 સુધી એવી સ્થિતિ લાવવાનો પ્રયાસ છે કે હાઈવે પર કોઇ અકસ્માત ન થાય.
20-Aug-2024