ખોટી રીતે પાર્ક કરેલા વાહનોની તસવીર મોકલનારને પણ હવે ઇનામ મળશે

17-Jun-2022

ખોટી રીતે પાર્ક કરેલા વાહનોની તસવીર મોકલનારને ઇનામ મળશે.રૂપિયા 1000 સુધીનો દંડ થાયતો વાહનની તસવીર મોકલનારને રૂપિયા 500 ઇનામ મળશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે રસ્તા પર ખોટી રીતે પાર્ક કરેલા વાહનોની તસવીર મોકલનારને ઇનામથી નવાજી શકાય તેવી જોગવાઈ ધરાવતો કાયદો ઘડવા તેઓ વિચારી રહ્યા છે.

Author : Gujaratenews