યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારાથતી વડીલ યાત્રા તારીખ :- 16/04/2023ને રવિવારના રોજ 60 જેટલાં વડીલોને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી.
યુવા અવસ્થાથી વડીલ અવસ્થામાં પ્રયાણ કરી ચૂકેલા વડીલોને યાત્રા કરાવા હેતુ સવારે 08:30 કલાકે યાત્રા અભિનંદન રેસીડેન્સી ઉત્રાણથી પ્રસ્થાન થઈ હતી.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત બુટાણી, હરેશ દુધાત, ભાવેશ કાકડિયા, સંજય શીંગાળા, સંજય પાનસુરીયા, ચેતન ઠુંમ્મર CKના સથવારે યાત્રા સવારે ધલુડી મંદિર, માનવ સેવા આશ્રમ, ગાય પગલાં મંદિર, સંત કબીર આશ્રમ સ્થિત જમણવાર બાદ બપોર પછી વડીલો સાથે પારિવારિક સંવેદના મોટીવેશન કાર્યક્રમ અને ત્યાર બાદ ગર્લતેશ્વર મંદિર અને સાકરી મંદિરે દર્શન કરી રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી, અને યાત્રાનું સંપૂર્ણ સૌજન્ય ન્યુટ્રા હેલ્થ કેર, રાજેશભાઈ વેકરીયા દ્વારા આપવામાં આવ્યું હતું.
રાજેશભાઈ વેકરીયા અને વડીલ આગેવાન છગનભાઇ વેકરીયા પણ યાત્રામાં પણ ઉપસ્થિત રહ્યા હતા,યુવા સંસ્કૃતિ પરીવારની વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્યથી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા.
25-Jun-2025