સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની પ્રથમ તસવીર આવી સામે, જોવા મળ્યો શાનદાર નજારો

16-Feb-2022

Ahmedabad- Mumbai Bullet Train project: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, વિરાર તેમજ બોઇસરમાં સ્ટોપેઝ અપાશે. ગુજરાતમાં વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ખાતે સ્ટેશન બનશે.હાલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet train) પ્રોજક્ટનું કામ જોરશોરથી ચાલુ રહ્યું છે. અમદાવાદ અને મુંબઈના બુલેટ ટ્રેન રૂટ વચ્ચે ડાયમંડ શહેર સુરતમાં શાનદાર સ્ટેશન (Surat bullet train station) બનાવવામાં આવશે. રેલવે મંત્રાલય (Railway Ministry) તરફથી તાજેતરમાં ટ્વિટ કરીને સુરતમાં તૈયાર થઈ રહેલા શાનદાર રેલવે સ્ટેશનનું ગ્રાફિકલ ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ મંત્રાલય તરફથી ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે, ડાયમંડ શહેરમાં તૈયાર થનારા આ બહુમાળિય સ્ટેશનમાં સેન્ટ્રલ એસી હશે. આ ઉપરાંત સ્વચાલિત સીડી તેમજ બિઝને લોન્જ જેવી વિશ્વસ્તરની સુવિધા હશે. આ સ્ટેશન ભારતની નવી તસવીર રજૂ કરશે.

સુરતના સાંસદ તેમજ કેન્દ્ર સરકારમાં રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે (MP Darshana Jardosh) પણ ટ્વીટ કરીને અમુક તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, "સુરત ખાતે બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ તસવીર શેર કરી રહી છું. જે સુરત શહેરનું ગૌરવ બનશે."

Author : Gujaratenews